Gujarat

યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ ચલાલા દ્વારા સંચાલિત ચલાલામાં ગાયત્રી સંસ્કાર વિદ્યાલય અને હરીબા મહિલા કોલેજનો વાર્ષિક મહોત્સવ ઉજવાશે

અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિ કુંજ હરિદ્વાર પ્રેરિત સંસ્થા યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ દ્વારા સંચાલિત ગાયત્રી સંસ્કાર વિદ્યાલય તથા હરીબા મહિલા કોલજ નો વાર્ષિક મહોત્સવ ૨૯૨૪ નું ભવ્ય આયોજન તારીખ ૧૭/૦૩/૨૦૨૪ને રવિવાર સમય સવારે ૯ થી ૧૨ હરીબા મહીલા કોલેજ ખાતે રાખવામાં આવ્યું છે.
જેમાં ચલાલા અને આસપાસના વિસ્તારમાંથી અભ્યાસ અર્થે આવતા દીકરા દીકરીઓ દ્વારા સુંદર મજાનો સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવશે. અને વિવિધ પ્રવૃત્તિઓમાં નંબર આવેલ વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવશે તેમજ બેસ્ટ રાઈટીંગ અને બેસ્ટ સ્ટુડન્ટનું ભવ્ય રીતે સન્માન કરવામાં આવશે. આ કાર્યક્રમમાં સંતો મહંતો તેમજ રાજકીય આગેવાનોની ખાસ ઉપસ્થિત રહેશે તેમજ કાર્યક્રમ બાદ સર્વે વાલીગણ અને મહેમાનોની ભોજનની વ્યવસ્થા પણ સંસ્થા દ્વારા કરવામાં આવી છે પૂ. રતિદાદાના સાનિધ્યમાં આ સમગ્ર આયોજન ભવ્ય રીતે સંપન્ન થાય તેવી તડામાર તૈયારીઓ થઈ રહી છે.આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ભારતભૂષણ શ્રી મહેશભાઈ મહેતા અને આચાર્યા શીતલબેન મહેતા દ્વારા કરવામાં આવી રહ્યું છે.