Gujarat

છોટાઉદેપુર નગરમાં આવેલ પીએમ શ્રી તાલુકા શાળા નંબર એક ખાતે ડોક્ટર સ્વર્ગસ્થ કનુભાઈ શાહના પરિવાર તરફથી બે થી નવ વર્ષના બાળકો માટે કપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું, લોકસભાના સાંસદ જશુભાઈ રાઠવા ઉપસ્થિત રહ્યા હતા

છોટાઉદેપુર નગરમાં આવેલ પીએમ શ્રી તાલુકા શાળા નંબર એક ખાતે ડોક્ટર સ્વર્ગસ્થ કનુભાઈ શાહના પરિવાર તરફથી બે થી નવ વર્ષના બાળકો માટે કપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની અંદર છોટાઉદેપુર લોકસભાના સાંસદ જશુભાઈ રાઠવા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
 
સાંસદ જશુભાઈ રાઠવા સાથે આ કાર્યક્રમની અંદર જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા, પૂર્વ ધારાસભ્ય પ્રોફેસર શંકરભાઈ રાઠવા, પૂર્વ રેલવે રાજ્યમંત્રી અને પૂર્વ રાજ્યસભાના સાંસદ નારણભાઈ રાઠવા, શહેર ભાજપ પ્રમુખ ભુપેન્દ્રભાઈ ધોબી, નગરપાલિકાના ચીફ ઓફિસર ભાવિક બળજોડ, છોટાઉદેપુર એપીએમસીના ચેરમેન મુકેશભાઈ પટેલ, છોટાઉદેપુર તાલુકા ભાજપ પ્રમુખ કાળુભાઈ નાયકા, સૌરભભાઈ શાહ સહિત મોટી સંખ્યામાં આગેવાનો અને વિદ્યાર્થીઓ જોડાયા હતા. અને વિદ્યાર્થીઓને કપડાનું વિતરણ કરાયું હતું.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર