ગત ૧૩ મી જૂને તેજગઢ ગામે મિલકતના વિવાદને લઇ બે અલગ અલગ સમાજના જૂથો વચ્ચે ઝગડો થયો. ઝગડામાં મહિલાઓ પણ સામેલ હતી અને એક યુવતી ઉપર કેરોસીન છાંટી સળગાવવાનો પ્રયાસ કરાયો. તો નજીકથી પસાર થતાં નેશનલ હાઇવે ઉપર ઘાસના પુડા નાંખી ચક્કાજામ પણ કરાયો, બનાવની ગંભીરતાને ધ્યાને લઇ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી સામસામે ફરિયાદ નોંધી જેમાં એક પક્ષ સામે હત્યાના પ્રયાસની ઘંભીર કલમ લગાડી કાયદેસરની કાર્યવાહી કરી. તેજગઢ ગામમાં બનાવના ગંભીર પ્રત્યાઘાત પડ્યા અને આજે એક પક્ષ સામે સમગ્ર તેજગઢ ગામ જડબેસલાક બંધ રાખી જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવી સામેવાળા માથાભારે અને ગામની શાંતિ ભંગ કરનારા તત્વો હોવાનો આક્ષેપ કરી તેમના સામે કડક કાર્યવાહીની માંગ કરી છે
તો બિજીતરફ જેના વિરોધમાં ગામ બંધ રહ્યું તેઓ તમામ આરોપોને નકારી રહ્યા છે અને મિલકત તેમની જ હોવાનો દાવો કરી રહ્યા છે, સાથે બંધ બાબતે વેપારી મંડળના પ્રમુખ પોતે જ સામે પક્ષના છે તેથી તેઓએ બંધ કરાવ્યું હોવાનો આરોપ લગાવી રહ્યા છે

