છોટાઉદેપુરના પાવી જેતપુર ખાતે ભારજ નદી ઉપર બ્રિજ અને ડાયવર્ઝન ધોવાઈ જતા પાવી જેતપુરના વેપારીઓએ સાંસદ જશુભાઈ રાઠવા અને ધારાસભ્ય જયંતીભાઈ રાઠવાને રજૂઆત કરી હતી. છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર ખાતે ભારજ નદી ઉપર પુલનો એક છેડો ધોવાઈ ગયો છે. અને બે કરોડ થી વધુના ખર્ચે બનાવેલ ડાયવર્ઝન ધોવાઈ જતા પાવી જેતપુર ખાતે 50 થી વધુ ગામોના લોકો ખરીદી માટે આવતા હતા.
તે લોકો પુલ તૂટવા ના કારણે આવી શકતા નથી. તેમજ મધ્યપ્રદેશ અને વડોદરા ને જોડતો વાહન વ્યવહારને ભારે અસર પડી છે. જેને લઇને પાવી જેતપુર ખાતે ટ્રાન્સપોર્ટ દ્વારા આવતો માલ પણ મોંઘો થઈ ગયો છે. વડોદરા જવાનું ભાડું પણ વધી ગયું છે. જેની અસર વેપાર ધંધા ઉપર પડી રહી છે. જેને લઈને વેપાર ધંધાને નુકશાન થઇ રહ્યુ છે. જ્યારે વેપારીઓએ સાંસદ જશુભાઈ રાઠવા અને ધારાસભ્ય જયંતીભાઈ રાઠવાને પુલ ઝડપથી થાય અને ડાયવર્ઝનની કામગીરી શરૂ કરવામાં આવે તેવી માંગણી કરી છે.

જ્યારે છોટાઉદેપુરના સાંસદ જશુભાઇ રાઠવા એ જણાવ્યું કે જે એજન્સીએ ડાયવર્ઝન બનાવ્યું હતું. તેની સામે પગલાં ભરવા માટે રજૂઆત કરીશું અને બ્રિજ મંજૂર થાય અને ડાયવર્ઝન વહેલી તકે બને તે માટે અમે દિલ્હી ખાતે રજૂઆત કરીશું.એમ સાંસદે જણાવ્યું હતું. જ્યારે લોકોએ પણ ડાયવર્ઝન બનાવનાર સામે સરકાર પગલા ભરે અને નવેસરથી ડાયવર્ઝન બનાવે અને બ્રિજ વહેલી તકે મંજૂર થાય તેવી માંગ કરી રહ્યા છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

