Gujarat

 પાવીજેતપુર તાલુકાની એકલવ્ય નર્સિંગ કોલેજ કલારાણી ખાતે વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ ના કાર્યક્રમની  ઉજવણી કરવામાં આવી

છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાની એકલવ્ય નર્સિંગ કોલેજ કલારાણી ખાતે વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ ના કાર્યક્રમની  ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓને વિડીયો બતાવી અને ફોટોસ દ્વારા માનસિક સ્વાસ્થ્ય દિવસ ની જાગૃતિ માટે સમજાવવામાં આવ્યું હતું. જેમાં નર્સિંગ ટ્યુટર ભરત સર દ્વારા માનસિક રીતે તંદુરસ્ત કઈ રીતના રહેવાય અને માનસિક બીમારીથી કઈ રીતના દૂર રહેવાય તે સમજાવવામાં આવ્યું સાથે સાથે આધુનિક જમાનામાં થતી માનસિક બીમારીઓ અને તેનાથી બચવાના ઉપાયો વિશે સમજાવવામાં આવ્યું હતું.
આધુનિક ટેકનોલોજી નો ઉપયોગ કેટલો કરવો જોઈએ જીવનમાં એના વિશે પણ સમજાવવામાં આવી. અને તેની આડઅસર વિશે પણ સમજાવવામાં આવ્યું.અને માનસિક રીતે તંદુરસ્ત રહેવા માટે રોજ સવારે યોગા અને પ્રાણાયામ કરવા જોઈએ એના વિશે પણ સમજાવવામાં આવ્યું છે.
અને સમાજમાં  માનસિક બીમારીને અંધશ્રદ્ધા સાથે જોડવામાં આવે છે એના વિશે પણ સમજાવવામાં આવ્યું કે માનસિક બીમારી વાળા વ્યક્તિને મેન્ટલ હોસ્પિટલ લઈ જઈને કોઈ મનોચિકિત્સક ને બતાવવા માટે ની સલાહ આપવામાં આવી અને જોડે માનસિક બીમારી વાળા વ્યક્તિને સાથે સારો વ્યવહાર કરવાનું એના વિશે પણ સમજાવવામાં આવ્યું . ત્યાં એકલવ્ય નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ અને  અધ્યાપકો ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્ય વિષય :- કાર્ય સ્થળમાં માનસિક સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપવાનો સમય છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર