International

દોહા થી આયરલેંડ જતી કતાર એરવેઝની બોઈંગ ૭૮૭ ફ્‌લાઈટમાં એર ટરબ્યુલન્સના કારણે, ૧૨ લોકો ઘાયલ

દોહાથી આયરલેંડ જતી કતાર એરવેઝની બોઈંગ ૭૮૭ ફ્‌લાઈટમાં એર ટરબ્યુલન્સની ખામી સર્જાતા વિમાનને તાત્કાલિક સંજોગોમાં લેન્ડિંગ કરાવવાની જરૂરિયાત આવી પડી હતી અને આ ઘટનામાં ૧૨ લોકો ઘાયલ થયા હતા. કતાર એકવેઝને ડબલિન એરપોર્ટ પર તાત્કાલિક સંજોગોમાં લેન્ડિંગ કરાવવામાં આવી હતી. ડબ્લીન એરપોર્ટે જણાવ્યું હતું કે દોહાથી આયરલેંડ જતી કતાર એરવેઝની બોઈંગ ૭૮૭ ફ્‌લાઈટમાં મુસાફરી કરી રહેલા ૧૨ લોકો અશાંતિના કારણે ઘાયલ થયા છે.

નિર્ધારિત રૂટ અને સમયપત્રક મુજબ ફ્‌લાઇટ ડબ્લીન એરપોર્ટ પર સુરક્ષિત રીતે લેન્ડ થઈ હતી. કતાર એકવેઝની ફ્‌લાઈટ લેન્ડ થતાની સાથે જ ઈમરજન્સી ગાઈડલાઈન્સનું પાલન કરવામાં આવ્યું હતું. તેમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે ફ્‌લાઇટ તુકિર્યેમાં હતી ત્યારે એર ટરબ્યુલન્સની જાણ કરવામાં આવી હતી. એર ટરબ્યુલન્સના કારણે ફ્‌લાઇટમાં સવાર ૬ મુસાફરો અને ૬ ક્રૂ મેમ્બર ઘાયલ થયા હતા, તેમને પણ જરૂરિયાત મુજબ સારવાર આપવામાં આવી હતી.