અમેરિકા રાષ્ટ્રપતિ ચૂંટણીમાં, કમલા હેરિસ ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર તરીકે લગભગ નિશ્ચિત!
બરાક ઓબામા અને મિશેલ ઓબામાએ કમલા હેરિસના સમર્થનમાં વીડિયો સંદેશ જાહેર કર્યો
અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કમલા હેરિસ ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર બનશે તે હવે લગભગ નિશ્ચિત છે. શુક્રવારે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ અને પાર્ટીના નેતા બરાક ઓબામા અને તેમની પત્ની મિશેલ ઓબામાએ કમલા હેરિસના નામનું સમર્થન કર્યું છે. ઓબામાએ ખુલ્લેઆમ સમર્થન આપ્યા બાદ હવે હેરિસ રિપબ્લિકન ઉમેદવાર અને પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સામે ચૂંટણી લડશે તે લગભગ નિશ્ચિત છે. ઓબામા અને મિશેલે હેરિસના સમર્થનમાં એક વીડિયો સંદેશ પણ જાહેર કર્યો છે. જેમાં તેમણે કહ્યું કે આ અઠવાડિયાની શરૂઆતમાં અમે કમલા હેરિસને ફોન કર્યો હતો અને કહ્યું હતું કે તે અમેરિકાની મહાન રાષ્ટ્રપતિ બનશે. તેને અમારુ સંપૂર્ણ સમર્થન છે. ઓબામા અને મિશેલે રાષ્ટ્રપતિ પદના ઉમેદવારને સમર્થન આપ્યા બાદ કમલા હેરિસે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને બંનેનો આભાર માન્યો હતો.
અમેરિકામાં, વર્તમાન રાષ્ટ્રપતિ જાે બાઈડન પોતે તાજેતરમાં રાષ્ટ્રપતિ પદના ઉમેદવારની રેસમાંથી ખસી ગયા હતા. પોતાનું નામ પાછું ખેંચી લીધા પછી, બાઈડને કમલા હેરિસનું નામ આગળ મૂક્યું હતું. બાઈડને કહ્યું છે કે રાષ્ટ્રપતિની ચૂંટણીની રેસમાંથી ખસી જવાના અને ડેમોક્રેટિક પાર્ટી વતી હેરિસની ઉમેદવારીને ટેકો આપવાના તેમના ર્નિણયનો હેતુ દેશને એક કરવા અને નવી પેઢીને લગામ સોંપવાનો છે. જાે બાઈડને બુધવારે રાષ્ટ્રને સંબોધનમાં કહ્યું હતું કે તેણે અમેરિકન લોકશાહીને બચાવવા માટે ૨૦૨૪ ની ચૂંટણી પ્રચારને સમાપ્ત કરવાનો ર્નિણય લીધો છે. આગળ વધવાનો શ્રેષ્ઠ માર્ગ નવી પેઢીને લગામ સોંપવાનો છે.
આ પણ આપણા દેશને એક કરવાનો એક માર્ગ છે. તેમણે કહ્યું કે હું રાષ્ટ્રપતિના કાર્યાલયનું સન્માન કરું છું, પરંતુ તેઓ તેમના દેશને વધુ પ્રેમ કરે છે. અમેરિકામાં ૫ નવેમ્બરે રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાવાની છે. એક તરફ ડોનાલ્ડ ટ્રમ્પ છે જે રેલીઓ કરી રહ્યા છે અને ડેમોક્રેટ્સને પડકારી રહ્યા છે. ગોળીબાર બાદ ડોનાલ્ડ ટ્રમ્પની લોકપ્રિયતામાં વધારો થયો છે. હવે જાે કમલા હેરિસ ટ્રમ્પ સામે ચૂંટણી લડે છે તો તે તેમના માટે મોટો પડકાર માનવામાં આવી રહ્યો છે.