આફ્રિકા બાદ પાકિસ્તાન, સ્વીડન અને ફિલિપાઈન્સમાં પણ મંકીપોક્સ વાયરસના કેસ નોંધાયા
આફ્રિકા બાદ હવે મંકીપોક્સ વાયરસ વિશ્વના ઘણા દેશોમાં ફેલાઈ રહ્યો છે. સ્વીડન, ફિલિપાઈન્સ અને પાકિસ્તાનમાં પણ આ વાયરસના કેસ નોંધાયા છે. આવી સ્થિતિમાં ભારતમાં પણ મંકીપોક્સનો ખતરો હોઈ શકે છે. કેન્દ્ર સરકાર આ અંગે સતર્ક છે. એરપોર્ટ પર અધિકારીઓને એલર્ટ રહેવા માટે કહેવામાં આવ્યું છે.
શંકાસ્પદ દર્દીઓ પર નજર રાખવા માટે કહેવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારની હોસ્પિટલો લેડી હાર્ડિંજ, આરએમએલ અને સફદરજંગને દિલ્હીમાં નોડલ હોસ્પિટલ બનાવવામાં આવી છે. આ હોસ્પિટલોમાં મંકીપોક્સ માટે વોર્ડ અને બેડ તૈયાર કરવામાં આવ્યા છે. જાે કોઈ મંકીપોક્સનો દર્દી આવે તો તેને અહીં દાખલ કરવામાં આવશે. ઉૐર્ં પહેલાથી જ મંકીપોક્સને લઈને એડવાઈઝરી જાહેર કરી ચૂક્યું છે. ઉૐર્ંએ થોડાં દિવસ પહેલા જ આ વાયરસને વૈશ્વિક સ્વાસ્થ્ય કટોકટી જાહેર કરી છે.
આફ્રિકામાં મંકીપોક્સના કેસ ઝડપથી વધી રહ્યા બાદ આ ર્નિણય લેવામાં આવ્યો હતો, પરંતુ હવે મંકીપોક્સ વાયરસ અન્ય ઘણા દેશોમાં પણ ફેલાઈ રહ્યો છે. ભારતમાં પણ કેસ આવવાની શક્યતા છે. નિષ્ણાંતોનું કહેવું છે કે, છેલ્લી વખત જ્યારે વિશ્વના ઘણા દેશોમાં મંકીપોક્સ ફેલાયો હતો ત્યારે તેનો સ્ટ્રેન ખતરનાક નહોતો, પરંતુ આ વખતે વાયરસના સ્ટ્રેનમાં કેટલાક ફેરફારો જાેવા મળી રહ્યા છે. આવી સ્થિતિમાં આ વખતે વધુ કેસ આવવાની સંભાવના છે. મંકીપોક્સ વાયરસ પણ એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં ફેલાય છે. આવી સ્થિતિમાં સતર્ક રહેવાની જરૂર છે.
ખાસ કરીને વિદેશથી ભારત આવતા લોકોની સ્ક્રીનિંગ કરવાની જરૂર છે. જાે કોઈને મંકીપોક્સના લક્ષણો દેખાય તો તેને તરત જ આઈસોલેટ કરી દેવો જાેઈએ. જેમણે સ્માલ પોક્સની રસી લીધી છે તેઓને મંકીપોક્સનું જાેખમ નથી. મંકીપોક્સના લક્ષણો પણ શીતળા જેવા જ છે. આમાં પણ શરીર પર ફોલ્લીઓ દેખાય છે અને તાવ આવે છે. જાે કે સમલૈંગિક પુરુષોમાં મંકીપોક્સના કિસ્સાઓ વધુ જાેવા મળે છે. કારણ કે આ વાયરસ અસુરક્ષિત સેક્સ દ્વારા પણ ફેલાય છે. મંકીપોક્સને રોકવા માટે હાલમાં કોઈ દવા કે રસી નથી. દર્દીની સારવાર માત્ર લક્ષણોના આધારે કરવામાં આવે છે.