International

મોસ્કોમાં થયેલા આતંકી હુમલા પર અમેરિકાએ કહ્યું,”અમારી સંવેદના પીડિતો સાથે છે”

વોશિંગ્ટન,

મોસ્કો આતંકી હુમલામાં ૬૦થી વધુ લોકોના મોત થયા છે અને ૧૦૦થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. ત્યારે આ ઘટનાને લઇને અમેરિકાએ કહ્યું કે તેને આ હુમલા વિશે વધુ જાણકારી નથી. વ્હાઇટ હાઉસના પ્રવક્તા જાેન કિર્બીએ કહ્યું કે હુમલાની તસવીરો ભયાનક છે.

અમારી સંવેદના પીડિતો સાથે છે. મોસ્કોના શોપિંગ મોલ (ક્રોકસ સિટી હોલ)માં થયેલા આતંકવાદી હુમલાથી અમેરિકાએ પોતાને દૂર રાખ્યા છે. જ્યારે વ્હાઇટ હાઉસના પ્રવક્તા જાેન કિર્બીને અમેરિકન દૂતાવાસના એલર્ટ વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે આ હુમલા સાથે અમારે કોઈ લેવાદેવા નથી. જાેન કિર્બીએ કહ્યું કે, આ હિંસક ગોળીબારની ઘટના છે. તેના વિશે વધુ માહિતી નથી. અમે વધુ માહિતી એકત્રિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. પરંતુ હુમલાની તસવીરો ખૂબ જ ભયાનક અને જાેવી મુશ્કેલ છે.

અમારી સંવેદનાઓ આ હુમલાના પીડિતો સાથે છે. વ્હાઇટ હાઉસના પ્રવક્તાએ વધુમાં કહ્યું કે, અમારા દૂતાવાસે મોસ્કોમાં તમામ અમેરિકનોને કોઈ પણ મોટા મેળાવડા, કોન્સર્ટ અને શોપિંગ મોલ્સ ટાળવા માટે નોટિસ જાહેર કરી છે.

તેઓ જ્યાં છે ત્યાં જ રહેવા માટે કહેવામાં આવ્યું છે.

તમને જણાવી દઈએ કે લગભગ ૧૫ દિવસ પહેલા અમેરિકાએ રશિયાને ચેતવણી આપી હતી કે, ૪૮ કલાકમાં મોસ્કો પર મોટો હુમલો થવા જઈ રહ્યો છે, પરંતુ તે સમયે હુમલો થયો ન હતો, પરંતુ લોકો ૧૫ દિવસ પછી મોસ્કોમાં થયેલા આ હુમલાને અમેરિકાના તે નિવેદન સાથે જાેડીને યાદ કરી રહ્યા છે. બીજી તરફ યુક્રેનની ગુપ્તચર એજન્સીના પ્રવક્તા એન્ડ્રીલ યુસોવે મોસ્કો આતંકી હુમલાને લઈને મોટો દાવો કર્યો છે.

યુસોવે કહ્યું છે કે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને લોકોને ઉશ્કેરવા માટે આ આતંકી હુમલો કર્યો છે. પુતિનની સરકારે મોસ્કો પર આ હુમલો કર્યો છે. મોસ્કોના ક્રોકસ કોન્સર્ટ હોલમાં થયેલા આ આતંકી હુમલામાં ૧૪૦ લોકોના મોત થયા છે જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. આ તરફ કિવનું કહેવું છે કે કોન્સર્ટ હોલમાં થયેલા હુમલા સાથે યુક્રેનને કોઈ લેવાદેવા નથી.

યુક્રેનના રાષ્ટ્રપતિના સલાહકાર મિખાઈલો પોડોલ્યાકે કહ્યું કે યુક્રેનને આ ઘટનાઓ સાથે કોઈ લેવાદેવા નથી. અમારી લડાઈ રશિયા અને રશિયન ફેડરેશનની નિયમિત સેના સાથે છે. રશિયા અને યુક્રેન વચ્ચે જે પણ થશે, બધું યુદ્ધના મેદાનમાં નક્કી થશે.