International

SAKUMA EXPORTS એ બોનસ શેરની જાહેરાત કરી

છેલ્લા એક વર્ષમાં તેના રોકાણકારોને ૧૬૩ ટકા વળતર આપનાર કંપની જીટ્ઠો Sakuma Exports એ બોનસ શેરની જાહેરાત કરી છે. કંપનીએ સોમવારે શેરબજારોને આ માહિતી મોકલી છે. બોનસની જાહેરાતની સાથે કંપનીએ ફંડ એકત્ર કરવાની યોજનાને પણ મંજૂરી આપી દીધી છે. સોમવારે બજાર બંધ થયા બાદ કંપનીએ આ માહિતી આપી હતી. સોમવારના ટ્રેડિંગમાં શેર અડધા ટકાના વધારા સાથે બંધ થયો હતો. આ સમાચારોની અસર આગામી સત્રમાં શેરમાં જાેવા મળી શકે છે.

કંપનીએ કહ્યું છે કે તે દરેક એક શેર માટે તેના રોકાણકારોને ૪ બોનસ શેર આપશે. એટલે કે દરેક રોકાણકાર કે જેની પાસે કંપનીમાં એક શેર છે, બોનસ પછી તેના શેરની સંખ્યા વધીને ૫ થઈ જશે. શેરની બજાર કિંમત પણ તે જ પ્રમાણમાં ઘટશે.

બોનસની સાથે કંપનીએ ઇક્વિટી શેર દ્વારા ભંડોળ એકત્ર કરવાની પણ મંજૂરી આપી છે. કંપનીના જણાવ્યા અનુસાર તે એક અથવા વધુ વખતમાં વધુમાં વધુ રૂપિયા ૫૦૦ કરોડ એકત્ર કરશે. આ સિવાય કંપનીના બોર્ડે રૂપિયા ૬૦૦ કરોડના રોકાણ યોજનાને પણ મંજૂરી આપી છે. માહિતીમાં એવું કહેવામાં આવ્યું હતું કે કંપની ભારતમાં અથવા ભારતની બહાર પ્રત્યક્ષ અથવા સ્ટેપ ડાઉન પેટાકંપનીમાં રૂપિયા ૬૦૦ કરોડ સુધીનું રોકાણ કરશે પછી ભલે તે પહેલાથી જ સ્થપાયેલી હોય કે આગળ સ્થાપિત થવાની હોય.

કંપનીના શેરે તેના રોકાણકારોને સતત મજબૂત વળતર આપ્યું છે. સ્ટોકનું ૩ વર્ષનું વળતર ૨૦૦ ટકાથી વધુ છે. કંપનીએ એક વર્ષમાં ૧૬૩ ટકા રિટર્ન આપ્યું છે. વર્ષ ૨૦૨૪માં અત્યાર સુધીમાં સ્ટોક લગભગ બમણો થઈ ગયો છે. ૩ મહિનામાં સ્ટોક ૩૨ ટકાથી વધુ વધ્યો છે. માર્ચ ક્વાર્ટરમાં કંપનીનો નફો ગયા વર્ષની સરખામણીમાં ૧૫૭ ટકા વધીને રૂ.

૨૬ કરોડ સુધી પહોંચી ગયો છે. તે જ સમયે, નેટ વેચાણ ગયા વર્ષની સરખામણીમાં ૫૦ ટકા ઘટીને રૂપિયા ૫૦૧ કરોડ થયું છે. ગયા વર્ષની સરખામણીમાં EBITDA 90 ટકા વધીને રૂપિયા ૨૯.૫ કરોડ થયો છે.