International

એક ઝડપી કાર પલટી જતાં ત્રણ ભારતીય-અમેરિકન વિદ્યાર્થીઓના મોત, બે લોકો ઘાયલ

જ્યોજિર્યામાં એક ભયાનક માર્ગ અકસ્માત

અમેરિકાના જ્યોજિર્યામાં એક ભયંકર માર્ગ અકસ્માત થયો જેમાં એક ઝડપી કાર પલટી જતાં ત્રણ ભારતીય-અમેરિકન વિદ્યાર્થીઓના મોત થયા હતા અને બે લોકો ઘાયલ થયા હતા. સ્થાનિક પોલીસના જણાવ્યા અનુસાર,મૃતકોની ઓળખ શ્રિયા અવસારલા, અન્વી શર્મા અને આર્યન જોશી તરીકે કરવામાં આવી છે, જેઓ ગયા અઠવાડિયે અલ્ફારેટ્ટાના વેસ્ટસાઇડ પાર્કવે પર અકસ્માત સર્જાયેલા વાહનમાં મુસાફરો હતા.

ઘટનાસ્થળે હાજર પુરાવાના આધારે એવું માનવામાં આવે છે કે ઓવરસપીડના કારણે ડ્રાઈવરે તેની કાર પરનો કાબૂ ગુમાવ્યો હતો, જેના પછી કાર પલટી ગઈ હતી. કારમાં મુસાફરી કરી રહેલા બે લોકો – જોશી અને અવસારલા સ્થળ પર મૃત હાલતમાં મળી આવ્યા હતા. બાકીના ત્રણ લોકોને સારવાર માટે નોર્થ ફુલટન હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

અલ્ફારેટા પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે શર્માનું હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું. જ્યોજિર્યા સ્ટેટ યુનિવસિર્ટીના વિદ્યાર્થી અને ડ્રાઈવર રિત્વક સોમપલ્લી અને અલ્ફારેટા હાઈસ્કૂલના વિદ્યાર્થી મોહમ્મદ લિયાકતને ઈજાગ્રસ્ત અન્ય બે વિદ્યાર્થીઓ તરીકે ઓળખવામાં આવ્યા હતા અને તેમના દ્વારા આપવામાં આવેલ નિવેદન અનુસાર, દરેકની ઉંમર ૧૮ વર્ષની હતી.