National

ઉત્તરાખંડમાં ભૂસ્ખલનમાં સુરતના 1 શ્રદ્ધાળુનું મોત, કુલ 5 લોકો મોતને ભેટ્યા; 25 રાજ્યોમાં વરસાદનું એલર્ટ

ઉત્તરાખંડના કેદારનાથના રસ્તા પર ગઈ મોડી રાત્રે ભૂસ્ખલન થયું હતું. કાટમાળ નીચે દટાઈ જવાથી પાંચ શ્રદ્ધાળુઓના મોત થયા હતા, જ્યારે અનેક લોકો ઘાયલ થયા હતા. SDRFએ મંગળવારે સવારે કાટમાળમાંથી મૃતદેહોને બહાર કાઢ્યા હતા.

આ દુર્ઘટના સોનપ્રયાગથી અડધો કિલોમીટર દુર ગૌરીકુંડ પાસે કેદારનાથ માર્ગ પર સર્જાઈ હતા. મૃતકોમાં એક શ્રદ્ધાળુ નેપાળના, 3 મધ્યપ્રદેશના અને 1 સુરતના રહેવાસી છે.

દુર્ઘટનામાં કુલ 5 જીવ ગુમાવનારાઓમાં મધ્યપ્રદેશના ધારના રહેવાસી ગોપાલ (50), દુર્ગાબાઈ ખાપર, સમનબાઈ (50), સુરતના રહેવાસી ભરતભાઈ નિરાલાલ (52) અને નેપાળના રહેવાસી તિતલી દેવી મંડળ (70) સામેલ છે.