દિલ્હીમાં આઈબીના સેફ હાઉસમાં કુકી-મૈતાઈ સમુદાય વચ્ચે બેઠક મળી
મણિપુરમાં સ્થિતિ ફરી એકવાર વણસી રહી છે. સોમવારે, જીરીબામ જિલ્લામાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં ૧૧ કુકી આતંકવાદીઓ માર્યા ગયા હતા. સુરક્ષા દળોના જણાવ્યા અનુસાર, યુનિફોર્મ પહેરેલા આતંકવાદીઓ આધુનિક હથિયારોથી સજ્જ થઈને આવ્યા હતા. બોરોબેકરા પોલીસ સ્ટેશન પર સૌથી પહેલા હુમલો કરવામાં આવ્યો હતો. જે બાદ તેઓએ જાકુરાધોર સ્થિત ઝ્રઇઁહ્લ કેમ્પ પર હુમલો કર્યો હતો.
આતંકવાદીઓ સાથેની અથડામણમાં બે સુરક્ષાકર્મીઓ ઘાયલ થયા છે. માર્યા ગયેલા આતંકવાદીઓના કબજામાંથી મોટી સંખ્યામાં હથિયારો અને દારૂગોળો મળી આવ્યો હતો. આ એન્કાઉન્ટર બાદ મણિપુરમાં ફરી એકવાર વાતાવરણ તંગ બની ગયું છે. આ તણાવને ખતમ કરવા માટે તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા બેઠક બોલાવવામાં આવી હતી.
દિલ્હીમાં આઈબીના સેફ હાઉસમાં કુકી-મૈતાઈ સમુદાય વચ્ચે યોજાયેલી આ બેઠક બાદ બંને સમુદાયો વચ્ચે ચાલી રહેલો સંઘર્ષ ઠંડો પડવાની ધારણા હતી. પરંતુ, તાજેતરમાં મણિપુરમાં બે છોકરીઓની હત્યા અને સોમવારે થયેલા એન્કાઉન્ટરે ફરી એકવાર ચકચાર મચાવી છે. જાે સૂત્રોનું માનીએ તો મણિપુરમાં ઓગસ્ટ મહિનાથી સ્થિતિ ગરમ થવા લાગી હતી.
કેન્દ્ર સરકારે કુકી પ્રભુત્વ ધરાવતા વિસ્તારોમાંથી આસામ રાઈફલ્સને હટાવવાનો ર્નિણય લીધો હતો. સરકારે ૯મી અને ૨૨મી બટાલિયનને હટાવીને ઝ્રઇઁહ્લને તૈનાત કરી હતી. આ દૂર કરાયેલી બટાલિયનને જમ્મુ-કાશ્મીરમાં તૈનાત કરવાનો ર્નિણય લેવામાં આવ્યો હતો. આ ફેરફારથી નારાજ કુકી ધારાસભ્યોના જૂથે કેન્દ્ર સરકારને પત્ર પણ લખ્યો હતો. કુકી સમુદાયનું માનવું હતું કે આસામ રાઇફલ્સ સમુદાય અને વિસ્તારની સારી ભૌગોલિક જાણકારી ધરાવે છે.
મીતાઈ સમુદાય સીઆરપીએફની તૈનાતી માટે આગ્રહ કરી રહ્યો હતો. આ પછી મણિપુરમાં વાતાવરણ ગરમ થવા લાગ્યું. જાે કે, કુકી-મીતાઈ સમુદાયમાં ઘણી જગ્યાએ બફર ઝોન બનાવીને સીઆરપીએફ પણ તૈનાત કરવામાં આવી હતી. જે બે સમુદાયો વચ્ચે સમરસતા ઊભી કરવાનો પ્રયાસ કરી રહી હતી.