National

સામસામે ગાડી ભટકાવી, રોડ પર ફિલ્મી દૃશ્યો સર્જાયાં; 5 ઘાયલ, રાહદારીઓ-વાહનચાલકોમાં ફફડાટ

અરે…ભાઈ આમને કોઇક તો રોકો…. મહારાષ્ટ્રના થાણેમાં બે માથે ફરેલા કારચાલકો વચ્ચે ઝઘડો થતા તેમણે રોડ માથે લીધો હતો. સામસામે ગાડી ભટકારી રોડ પર અફરાતફરીનો માહોલ સર્જ્યો હતો. રોડ પર ફિલ્મી દૃશ્યો સર્જાયાં હતાં. આ અફરાતફરીમાં 5 લોકો ઘાયલ થયા હતા.

1. રસ્તા પરની રકઝક પછી કાળી કાર (હેરિયર) એ સફેદ કાર (ફોર્ચ્યુનર) ને ટક્કર મારી અને તેનો આગળનો દરવાજો તોડી નાખ્યો.

મહારાષ્ટ્રના થાણેમાં મંગળવારે રોડ પર બે ડ્રાઈવરો વચ્ચે ઝઘડો થયો હતો. દલીલ બાદ એક કાર સવાર (હેરિયર) બાજુમાં પાર્ક કરેલી ફોર્ચ્યુનરનો દરવાજો તોડીને આગળ નીકળી ગયો. આ દરમિયાન એક વ્યક્તિ કારની નીચે દબાઈ ગયો હતો.

હેરિયર સવાર તે વ્યક્તિને લગભગ 10 ફૂટ સુધી ખેંચી ગયો. ત્યારબાદ હેરિયર સવારે ગાડી પાછી ફેરવી અને ફરીથી ફોર્ચ્યુનરને ટક્કર મારી. આ વખતે ટક્કર મારતી વખતે ગાડીને ઘણા મીટર સુધી પાછળ ધકેલી દીધી.

3. બીજી ટક્કરમાં કાળી કારે સફેદ કારને ઘણા મીટર પાછળ ધકેલી દીધી. પાછળ ઊભેલા સ્કૂટર સવારને પણ ઈજા થઈ હતી.

આ સમગ્ર ઘટનાનો વીડિયો નજીકની બિલ્ડિંગમાં કોઈએ રેકોર્ડ કર્યો હતો. આ ઘટનામાં લગભગ 5 લોકો ઘાયલ થયા છે. ટક્કર પછી ત્યાં ઊભેલા ટોળાએ હેરિયર વાહન પર પથ્થરમારો કર્યો અને તેના કાચ તોડી નાખ્યા. હાલ અંબરનાથ પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે.