ડીજીપી/આઇજીપી કોન્ફરન્સના સૂચિત મુદ્દાઓ પૈકી દેશની સુરક્ષા માટે
રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાયની અધ્યક્ષતામા યોજાયેલા વર્કશોપમાં દ્ગઝ્રમ્, સેન્ટ્રલ આઇ.બી, ઝ્રમ્ૈં સહિતની વિવિધ કેન્દ્રીય એજન્સીઓના વરિષ્ઠ અધિકારીશ્રીઓ દ્વારા જરૂરી માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યુ ડીજીપી/આઇજીપી કોન્ફરન્સ દરમિયાન સૂચિત મુદ્દાઓ પૈકી દેશની સુરક્ષા માટે કેન્દ્રીય એજન્સીઓ અને રાજ્ય પોલીસ વચ્ચે સંકલન વધે તે હેતુથી ગુજરાત ઇન્ટેલીજન્સ બ્યુરો દ્વારા આજે રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાયની અધ્યક્ષતામા નવી પોલીસ કમિશનર કચેરી, અમદાવાદ ખાતે એક દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યુ હતું.
આ એક દિવસીય વર્કશોપમાં ડીપાર્ટમેન્ટ ઓફ ટેલીકોમ્યુનિકેશન, ડિપાર્ટમેન્ટ ઓફ દ્ગછ્ય્ઇૈંડ્ઢ, હ્લઇઇર્ં- અમદાવાદ, દ્ગઝ્રમ્, સેન્ટ્રલ આઇ.બી, ઝ્રમ્ૈં જેવી વિવિધ કેન્દ્રીય એજન્સીઓના વરિષ્ઠ અધિકારીશ્રીઓ દ્વારા તેમના ડિપાર્ટમેન્ટ બાબતે અને તેમની કામગીરી બાબતે જરૂરી માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું, જેમાં તેમના ડિપાર્ટમેન્ટ દ્વારા ઉપયોગમાં લેવાતા વિવિધ પોર્ટલ અને એપ્લીકેશન બાબતે પોલીસ અધિકારીશ્રીઓને વાકેફ કરવામાં આવ્યા હતાં. રાજ્ય પોલીસ અને કેન્દ્રીય એજન્સીઓ વચ્ચે સારામાં સારૂ સંકલન થઇ શકે તે માટે આ વર્કશોપમાં જરૂરી માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યુ હતું.
આ પ્રકારના વર્કશોપનું આયોજન જિલ્લા કક્ષાએ પણ કરવા વિચારણા કરવામાં આવી છે. આ વર્કશોપમાં અમદાવાદ શહેર પોલીસ કમિશનર શ્રી જી.એસ.મલીક, રાજ્ય ઇન્ટેલીજન્સ બ્યુરોના ઇ.ચા. વડા શ્રી એમ.એસ.ભરાડા, અમદાવાદ શહેર જે.સી.પી. શ્રી અજય ચૌધરી, સ્ટેટ આઇ.બી.ના ડી.સી.આઇ. શ્રી હરેશ દુધાત સહિતના અધિકારીશ્રીઓ તેમજ રાજ્ય આઇ.બી.ના એ.સી.આઇ.શ્રીઓ તથા રાજ્યના તમામ જિલ્લા/શહેર ખાતેના ૩૬ નાયબ પોલીસ અધિક્ષકશ્રીઓ અને ૯૧ પોલીસ ઇન્સ્પેક્ટરશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.