ગાંધીનગર જિલ્લાના દહેગામ અને માણસા તાલુકાના ગામોમાં મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી દ્વારા હિંસા નાબૂદી, જાતિગત ભેદભાવ અને જાતીય હિંસા પરત્વે જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો. ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના ડુમેચા અને લવાડ તથા માણસા તાલુકાના ગલથરા ગામે મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી દ્વારા હિંસા નાબૂદી, જાતિગત ભેદભાવ અને જાતીય હિંસા પરત્વે જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી હેઠળ આવતા DHEW, OSC, PBSC દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં મહિલા અને બાળ વિભાગની વિવિધ યોજનાની તથા મહિલાલક્ષી કાયદાની સમજૂતી આપવામાં આવી હતી.
કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા દહેગામનાં ડૂમેચા ગામના સરપંચશ્રી અનિતાબેન ઠાકોર અને લવાડ ગામના દ્વારા સરપંચશ્રી ઉષાબેન ચૌહાણ દ્વારા મહિલાઓને સરકારશ્રીની વિવિધ યોજનાઓનો લાભ લેવા આહવાન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જે વિધવા મહિલા લાભાર્થીઓની ગંગા સ્વરૂપા આર્થિક સહાય જેમની બંધ હતી તેમના ડોક્યુમેન્ટ લઈ પુનઃ શરૂ કરાવવા આવી હતી. વ્હાલી દીકરી યોજનાના હુકમ વિતરણ કરી “બેટી બચાઓ બેટી પઢાવો” યોજના હેઠળ દીકરી વધામણાં કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકાર દ્રારા ચાલી રહેલા “નારી શક્તિ જળ શક્તિ” અભિયાન અંતર્ગત મહિલાઓને પાણી બચાવો તથા પાણીનો સંગ્રહ કેવી રીતે કરવો તે વિષે માહિતી અપાઈ હતી.