એકાદશીના પાવન પર્વે પુજ્ય નાથાલાલ જોષી દ્વારા
સ્થાપિત રમાનાથ ધામના પવિત્ર વાતાવરણમાં દિવ્યતા અનુભવતા મુખ્ય મંત્રીશ્રી
મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે આજે એકાદશીના પાવન પર્વે ગોંડલના સુપ્રસિદ્ધ રમાનાથ ધામના દર્શન કરી આશીર્વાદ ગ્રહણ કર્યા હતા. ગોંડલના સ્વ.શ્રી નાથાલાલ જોષી દ્વારા સ્થાપિત શ્રી રમાનાથ ધામ ખાતે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ પૂર્વ સાંસદ શ્રી રમેશભાઈ ધડુક સાથે પધાર્યા હતા અને નિજમંદિરમાં માતા અંબાજીની પ્રતિમાનુ ભાવપૂર્વક પૂજન-અર્ચન કરી પ્રદક્ષિણા કરી હતી અને પ્રજાજનોની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી. મુખ્યમંત્રીશ્રીએ આ તકે વેદ માતા ગાયત્રી, રમાનાથ મહાદેવ, ગણેશજી તથા હનુમાનજીના સ્થાનકોના પણ દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
રમાનાથ ધામના સ્થાપક નાથાભાઈ જોષીના સુપુત્રી શ્રી ઇન્દિરાબેન નાથાભાઈ જોષી તથા તેમના વંશજ શ્રી અર્ચાબહેન અને શ્રી ભાવિનભાઇએ મુખ્યમંત્રીશ્રીને રમાનાથ ધામના માહાત્મય અને ઈતિહાસથી વાકેફ કર્યા હતા અને સમગ્ર પરિસરની મુલાકાતમાં મુખ્યમંત્રીશ્રી સાથે સહભાગી થયા હતા.
આ પ્રસંગે કલેકટરશ્રી પ્રભવ જોષી, રાજકોટ ગ્રામ્યના પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠોડ, પ્રાંત અધિકારી શ્રી રાહુલ ગમારા, અગ્રણીઓશ્રી સાવનભાઈ ધડુક, શ્રી નૈમેષભાઈ ધડુક તથા સ્વ.શ્રી નાથાલાલ જોષીના વારસદારો ઉપસ્થિત રહ્યા હતા.