National

કર્ણાટક હાઈકોર્ટના ફટકા બાદ સીએમ સિદ્ધારમૈયાની પહેલી પ્રતિક્રિયા સામે આવી

કર્ણાટકના સીએમ સિદ્ધારમૈયાને મોટો આંચકો લાગ્યો છે. મૈસુર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (મુડા) જમીન કૌભાંડમાં કર્ણાટક હાઈકોર્ટે કહ્યું છે કે જમીન કૌભાંડની તપાસ થવી જાેઈએ. આ કેસમાં સિદ્ધારમૈયા અને તેમની પત્ની આરોપી છે. કોર્ટના ર્નિણય બાદ સિદ્ધારમૈયાએ કહ્યું છે કે હાઈકોર્ટે તેમની રિટ પિટિશન પર ચુકાદો આપ્યો છે. રાજ્યપાલે કેસ ચલાવવાની મંજૂરી આપી હતી. મેં આને હાઈકોર્ટમાં પડકાર્યો હતો. ચર્ચા બાદ આજે ર્નિણય આવ્યો છે. આ માહિતી મીડિયા દ્વારા મળી હતી. સંપૂર્ણ ર્નિણય હજુ વાંચવાનો બાકી છે. હું પછીથી સંપૂર્ણ માહિતી આપીશ.

મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ કહ્યું કે આ કોઈ કાર્યવાહી નથી. હું આ અંગે કાયદાકીય નિષ્ણાતો અને મંત્રીઓ સાથે ચર્ચા કરીશ. આ પછી હું આગળનો ર્નિણય લઈશ. અમે ભાજપ અને જેડીએસના ષડયંત્રથી ડરતા નથી. અમે રાજ્યપાલના કાર્યાલયથી પણ ડરવાના નથી. લોકોએ અમને આશીર્વાદ આપ્યા છે. મને તેમના આશીર્વાદ છે.

મને પાર્ટી હાઈકમાન્ડ અને પાર્ટીના નેતાઓનું સમર્થન પણ છે. રાજ્યપાલ થરવર ચંદ ગેહલોતે મુખ્યમંત્રીની પત્નીને ફાળવવામાં આવેલા ૧૪ પ્લોટમાં કથિત ગેરરીતિઓની તપાસને મંજૂરી આપી હતી. આ પ્લોટ મૈસુર શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા ફાળવવામાં આવ્યા હતા. રાજ્યપાલની આ કાર્યવાહી સામે સીએમ સિદ્ધારમૈયાએ હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો.

જસ્ટિસ એમ. નાગપ્રસન્નાની સિંગલ બેન્ચે ૧૨ સપ્ટેમ્બરે આ કેસમાં પોતાનો આદેશ અનામત રાખ્યો હતો. કોર્ટે તેના વચગાળાના આદેશને ૧૯ ઓગસ્ટ સુધી લંબાવ્યો હતો. જેમાં સ્પેશિયલ કોર્ટને સીએમની અરજીના નિકાલ સુધી તેની કાર્યવાહી સ્થગિત કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો, કારણ કે સ્પેશિયલ કોર્ટ તેમની સામેની ફરિયાદની સુનાવણી કરવા જઈ રહી હતી. રાજ્યપાલના આદેશને હાઈકોર્ટમાં પડકારતાં સીએમ સિદ્ધારમૈયાએ તેમની અરજીમાં કહ્યું હતું કે, આ આદેશ કાયદાકીય આદેશો અને મંત્રી પરિષદની સલાહ સહિત બંધારણીય સિદ્ધાંતોનું ઉલ્લંઘન કરીને સંપૂર્ણ વિચારણા કર્યા વિના જારી કરવામાં આવ્યો છે.

બંધારણના અનુચ્છેદ ૧૬૩ હેઠળ મંત્રી પરિષદની સલાહ જરૂરી છે. તેમણે કોર્ટને કહ્યું હતું કે રાજ્યપાલનો ર્નિણય કાયદાકીય રીતે અસંતુલિત અને પ્રક્રિયાગત ખામીઓથી ભરેલો હતો. તેથી રાજ્યપાલના આદેશને ફગાવી દેવો જાેઈએ.