નાગરિકોને કલ્યાણકારી યોજનાઓનો લાભ સમયસર મળવો જાેઈએ, એવી સંવેદના અને ઈચ્છા શક્તિ ધરાવતા, ગાંધીનગરના કલેકટર શ્રી મેહુલ દવે, બુધવારે દહેગામની મામલતદાર કચેરીની આકસ્મિક મુલાકાતે પહોંચ્યા હતા. તેમણે દહેગામ કચેરી ખાતે કાર્યરત આધાર કેન્દ્ર,ઇ-ધરા કેન્દ્ર ,જનસેવા કેંદ્ર,સબ રજિસ્ટ્રાર કચેરીની મુલાકાત લીધી હતી .

આ મુલાકાત દરમિયાન કલેક્ટર શ્રી મેહુલ દવેએ અરજદાર પાસેથી, સરકાર દ્વારા આપવામાં આવી રહેલી સેવાઓ તથા કલ્યાણકારી યોજનાઓના અમલીકરણ અંગેના પ્રતિભાવો મેળવ્યા હતા.

કલેક્ટર શ્રી મેહુલ દવેએ મામલતદાર કચેરીના સ્ટાફ સાથે મીટીંગ કરીને, સ્ટાફ દ્વારા અરજદારોને ગુણવત્તા યુક્ત સેવાઓ નિયત સમયમર્યાદામાં મળી રહે તે માટે ખાસ સૂચનાઓ આપી હતી.

