દિલ્હીના સીએમ આતિષીએ કેજરીવાલની ખુરશીને મુખ્યમંત્રીની ખુરશીની બાજુમાં બેસાડતા વિવાદ થયો છે. દિલ્હી કોંગ્રેસના અધ્યક્ષ દેવેન્દ્ર યાદવે પણ મુખ્યમંત્રી કાર્યાલયમાં પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ખુરશી લગાવવા સામે વાંધો વ્યક્ત કર્યો છે. દિલ્હીના સીએમ આતિશી સોમવારે પહેલીવાર મુખ્યમંત્રી કાર્યાલય પહોંચ્યા જ્યાં તે સીએમની ખુરશી પર બેઠા ન હતા. સીએમ આતિશી સફેદ ખુરશી પર બેઠા હતા અને પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની લાલ ખુરશી તેમની બાજુમાં રાખવામાં આવી હતી. હવે કોંગ્રેસ અધ્યક્ષ દેવેન્દ્ર યાદવે પણ આ મામલે વાંધો વ્યક્ત કર્યો છે.
દિલ્હી કોંગ્રેસ અધ્યક્ષ દેવેન્દ્ર યાદવે આતિશીના નિવેદનની ટીકા કરતા કહ્યું કે, ભ્રષ્ટાચારના કેસમાં જેલમાં બંધ વ્યક્તિની તુલના ભગવાન રામ સાથે કરવી ખૂબ જ વાંધાજનક છે આ સરકાર વિશે લોકોના મનમાં હતાશા આજે ક્યાંકને ક્યાંક સાવ કલંકિત લાગે છે. તેમણે વધુમાં કહ્યું કે, આતિષીએ આજે ??ખુદને ડમી સીએમ તરીકે રજૂ કર્યો છે. આજે આ કાર્યવાહીથી સાબિત થયું કે લોકોને દિલ્હીના સીએમ પાસેથી કોઈ અપેક્ષા ન હોવી જાેઈએ.
દિલ્હીના સીએમ આતિશીએ આ પ્રસંગે કહ્યું કે, અરવિંદ કેજરીવાલે બધાની સામે ઈમાનદારીનું ઉદાહરણ બેસાડ્યું છે. અમારા વિશ્વાસ સાથે, અમે ફરીથી અરવિંદ કેજરીવાલ જીને મુખ્યમંત્રીની આ ખુરશી પર નિયુક્ત કરીશું અને ત્યાં સુધી આ ખુરશી આ રૂમમાં જ રહેશે. ભાજપ પર આરોપ લગાવતા સીએમ આતિશીએ કહ્યું કે, ભાજપ છેલ્લા ૨ વર્ષથી સીએમની ઈમેજ ખરાબ કરવાનો પ્રયાસ કરી રહી છે.
અરવિંદ કેજરીવાલ ૧૩ સપ્ટેમ્બરે જેલમાંથી બહાર આવ્યા હતા, ત્યારપછી કેજરીવાલે ૧૫ સપ્ટેમ્બરે રાજીનામું આપવાની જાહેરાત કરી હતી અને ૧૭ સપ્ટેમ્બરે તેમણે પોતાનું રાજીનામું એલજીને સુપરત કર્યું હતું. રાજીનામું આપ્યા બાદ કેજરીવાલે ૨૨ સપ્ટેમ્બરે જનતાની અદાલતમાં કહ્યું હતું કે, કોર્ટની સુનાવણી વર્ષો સુધી ચાલશે, તેથી જ હું જનતાની અદાલતમાં આવ્યો છું. જાે જનતા મને પ્રામાણિક માનશે અને મને મત આપશે તો જ હું મુખ્યમંત્રીની ખુરશી પર બેસીશ.