National

જાહેરમાં ચાર લોકોએ પકડી રાખી, એક લાકડી વરસાવતો રહ્યો; મહિલા ચીસો પાડતી રહી, લોકો દર્શક બનીને જોઈ રહ્યા

મધ્યપ્રદેશના ધારમાં એક વીડિયો સામે આવ્યો છે. જેમાં એક મહિલાને જાહેરમાં લાકડીઓ વડે માર મારવામાં આવી રહ્યો છે. મહિલા બુમો પાડી રહી છે. પરંતુ, તેને બચાવવા કોઈ આગળ આવતું નથી. લોકો તમાસો જાઈ રહ્યા હોય છે.

વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે ચાર લોકોએ મહિલાને પકડી રાખી છે અને એક વ્યક્તિ તેને લાકડી વડે માર મારી રહ્યો છે. યુવક મહિલા પર લાકડી વરસાવી રહ્યો છે. લોકો ઘટનાનો વીડિયો બનાવતા જોવા મળી રહ્યા છે.

મધ્યપ્રદેશના ધાર જિલ્લાના ટાંડા પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામનો હોવાનું કહેવાય છે. ખાસ વાત એ છે કે મહિલાને માર મારનારા આરોપીઓમાં ગામના સરપંચ પણ સામેલ છે. પોલીસે નૂર સિંહના પિતા જામ સિંહ ભૂરિયા નામના આ સરપંચની ધરપકડ કરી છે. બાકીના આરોપીઓની શોધખોળ ચાલુ છે.

ધારમાં એક મહિલાને જાહેરમાં લાકડીઓ વડે મારવામાં આવતી હોવાનો વીડિયો સામે આવ્યો છે.