National

અમેરિકી વ્યાજદર ઘટાડાની ભારતીય શેરબજાર પર અસર

ભારતીય શેરબજારમાં સેન્સેકસમાં ૧૦૦૦ તો નીફટી ૨૪૦૦૦ની સ્થિતિ પર રહ્યો, ડોલર સામે રૂપિયો પહેલીવાર તુટી ૮૫ને પાર થયો

આજે ભારતીય શેરબજાર ભારે ઘટાડા સાથે ખુલ્યું હતું. બજાર ખુલતાની સાથે જ મ્જીઈ સેન્સેક્સ ૧૦૦૦ પોઈન્ટ્‌સ તૂટયો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જના નિફટીમાં પણ ૩૦૦ પોઈન્ટનો ઘટાડો જાેવા મળ્યો છે. યુએસ સેન્ટ્રલ બેંક ફેડરલ રિઝર્વ દ્વારા વર્ષ ૨૦૨૫માં વ્યાજ દરમાં ઘટાડો કરવાના કારણે ત્યાંના શેરબજારમાં ભારે ઘટાડો જાેવા મળ્યો હતો, જેની અસર ભારતીય બજારો પર પણ પડી છે. સેન્સેક્સ ફરી ૮૦૦૦૦ની નીચે સરકી ગયો અને ૯૪૬ પોઈન્ટના ઘટાડા સાથે ૭૯,૨૩૭ પર ટ્રેડ કરી રહ્યો છે અને નિફટી ૨૯૧ પોઈન્ટના ઘટાડા સાથે ૨૩,૯૦૭ પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યો છે. આ આધાર પર તમામ લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. ૫.૯૪ લાખ કરોડ ઘટીને રૂ. ૪૪૬.૬૬ લાખ કરોડ થયું છે.

આ લખાય છે ત્યારે સેન્સેકસ ૮૦૬ તો નીફટી ૨૪૧ પોઇન્ટ ડાઉન છે. દરમ્યાન ડોલર સામે રૂપિયો પહેલીવાર વધુ તુટીને ૮૫.૦૬ થયો છે આજે ૧૨ પૈસા તુટયો છે. સેન્સેક્સના ૩૦ શેરોમાંથી ૨૮ નુકસાન સાથે ટ્રેડ થઈ રહ્યા છે અને માત્ર ૨ લાભ સાથે ઘટતા શેરોમાં ઈન્ફોસિસ ૨.૪૯ ટકા, જીમ્ૈં ૨.૧૪ ટકા, ૐઝ્રન્ ટેક ૧.૯૩ ટકા, ટેક મહિન્દ્રા ૧.૮૫ ટકા, બજાજ ફિનસર્વ ૧.૬૭ ટકા, ટાટા સ્ટીલ ૨.૦૧ ટકાના ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યાં છે.

માત્ર ૐેંન્ અને ૈં્‌ઝ્રના શેર જ ઝડપથી ટ્રેડ થઈ રહ્યા છે. સેન્સેક્સ ૧૧૦૦ પોઈન્ટથી વધુના ઘટાડા સાથે ખુલ્યો હતો, જ્યારે નિફટી ૪૦૦ પોઈન્ટથી વધુના ઘટાડા સાથે ખુલ્યો હતો. જાેકે, થોડા સમય બાદ સ્થિતિ થોડી શાંત થઈ હોવાનું જણાઈ આવ્યું હતું. સેન્સેક્સ હાલમાં ૯૧૭ પોઈન્ટ ઘટીને ૭૯,૨૩૮.૦૮ પર ટ્રેડ કરી રહ્યો છે. જ્યારે નિફટી૫૦ ૨૮૩ પોઈન્ટ ઘટીને ૨૩,૯૧૪.૯૫ પર ટ્રેડ કરી રહ્યો છે. બેન્ક નિફટી ૭૪૪ પોઈન્ટ્‌સ તૂટ્યો છે. મ્જીઈ સેન્સેક્સના ટોચના ૩૦ શેરોમાંથી બે સિવાયના તમામ શેરોમાં ઘટાડો છે.

ઈન્ફોસિસના શેરમાં સૌથી વધુ ૩ ટકાનો ઘટાડો નોંધાયો હતો. જ્યારે નિફટીના ૪૭ શેર દબાણ હેઠળ કારોબાર કરી રહ્યા છે.એશિયન પેઇન્ટ્‌સના શેરમાં ૨ ટકાથી વધુનો ઘટાડો જાેવા મળી રહ્યો છે. જ્યારે ઈન્ફોસિસના શેરમાં ૩ ટકાનો ઘટાડો થયો છે, તો ્‌ઝ્રજી, ૐઝ્રન્, મહિન્દ્રા, ૐડ્ઢહ્લઝ્ર બેન્કના શેરમાં લગભગ ૨ ટકાનો ઘટાડો થયો છે. સ્મોલ અને મિડ કેપમાં ત્રિવેણી ટર્બાઈન, ફાઈવ સ્ટાર બિઝનેસ, સોનાટા સોફટવેર, ભારતી હેક્સાકોમ, નાયકા, કોચીન શિપયાર્ડના શેરમાં લગભગ ૩ ટકાનો ઘટાડો થઈ રહ્યો છે.

યુએસ સેન્ટ્રલ બેંક ફેડરલ રિઝર્વે કહ્યું કે વધુ રેટ કટની અપેક્ષા છે, જેના કારણે બજારનો મૂડ બગડ્યો અને ફેડની ટિપ્પણીથી બજાર ડરી ગયું. બુધવારની કોમેન્ટ્રી વર્ષ ૨૦૨૫માં માત્ર બે કટનો સંકેત આપે છે. તે જ સમયે, સેન્ટ્રલ બેંકે કહ્યું છે કે મોંઘવારી પર વધુ કડકતાની જરૂર છે. જેના કારણે ભારતીય શેરબજારમાં પણ દબાણ જાેવા મળી રહ્યું છે.