National

સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાના વિવિધ કુલ ૫૦૨ કામો માટે કુલ ૧૬૬૪ કરોડ રૂપિયા ફાળવવા સૈદ્ધાંતિક મંજૂરી

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની રાજ્યની ૪ મહાનગરપાલિકાઓ અને ૪ નગરપાલિકાને દિવાળી ભેટ

ભચાઉ-ધાનેરા-ડાકોર-ખેડબ્રહ્મા નગરપાલિકાઓમાં ભૂગર્ભ ગટર યોજનાના કામો માટે કુલ ૬૭.૭૦ કરોડ રૂપિયા ફાળવાયા સુરતમાં ૬ ફ્લાય ઓવર માટે રૂ. ૩૮૦ કરોડ અમદાવાદમાં આઉટગ્રોથ વિસ્તારના ૪૬ વિકાસકામો માટે રૂ. ૩૧૩ કરોડ વડોદરામાં આઉટગ્રોથ વિસ્તારના ૫૦ વિકાસકામો માટે રૂ. ૬૮ કરોડ આંતરમાળખાકીય વિકાસના ૩૭૮ કામો માટે રૂ. ૭૫૫ કરોડ ગાંધીનગરમાં આંતરમાળખાકીય વિકાસના ૨૨ કામો માટે રૂ. ૧૪૪ કરોડ શહેરી જનજીવનમાં ઈઝ ઓફ લીવિંગની વૃદ્ધિનો મુખ્યમંત્રીશ્રી અભિગમ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ-આઉટગ્રોથ અને ફ્લાય ઓવરબ્રિજના મળીને કુલ ૧૨,૧૨૨ કરોડ રૂપિયા છેલ્લાં ત્રણ વર્ષમાં ફાળવવામાં આવ્યા.

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નગરો-મહાનગરોમાં વસતા લોકોના જીવનધોરણમાં ઉન્નતિ અને સુખાકારી માટે ઈઝ ઓફ લીવિંગમાં વૃદ્ધિનો અભિગમ અપનાવ્યો છે. આ હેતુસર સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત મુખ્યમંત્રીએ અમદાવાદ, વડોદરા, સુરત અને ગાંધીનગર મહાનગરોને વિવિધ ૫૦૨ જેટલા વિકાસકામો માટે સમગ્રતયા ૧૬૬૪ કરોડ રૂપિયા ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. મુખ્યમંત્રીશ્રીએ આ ઉપરાંત રાજ્યની ચાર નગરપાલિકાઓ ભચાઉ, ધાનેરા, ડાકોર અને ખેડબ્રહ્માને ભૂગર્ભ ગટર યોજના ભાગ-૨ના કામો માટે કુલ રૂ. ૬૭.૭૦ કરોડની ફાળવણી કરવાની પણ સૈદ્ધાંતિક અનુમતિ આપી છે. રાજ્યના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગે આ સંદર્ભમાં મુખ્યમંત્રી સમક્ષ રજૂ કરેલી દરખાસ્તોને તેમણે અનુમતિ આપી છે.

ગુજરાતની સ્થાપનાના પચાસ વર્ષ પૂર્ણ થવા અવસરે તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ આયોજનબદ્ધ શહેરી વિકાસ માટે ૨૦૧૦થી આ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના શરૂ કરી છે. આ બહુહેતુક યોજનામાંથી નગરો-મહાનગરોમાં ટ્રાફિકભારણ સરળ કરવા, ફ્લાયઓવરબ્રિજ નિર્માણ માટે, અર્બન મોબિલિટી માટે, તેમજ નગરની આગવી ઓળખ ઊભી કરતાં કામો સાથે રોડરસ્તા, ડ્રેનેજ, પાણી પુરવઠા, સ્ટ્રીટલાઈટ, જેવા સામાજિક અને ભૌતિક આંતર-માળખાકીય વિકાસના કામો માટે નાણાં ફાળવણી કરવામાં આવે છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તદઅનુસાર, સુરત મહાનગરમાં યાતાયાત સરળ બને અને માર્ગ પરના ટ્રાફિકનું ભારણ હળવું થાય તે હેતુથી સુરત મહાનગરપાલિકાને ૩૮૦ કરોડ રૂપિયા ૬ ફ્લાય ઓવરબ્રિજના કામો માટે ફાળવવા સૈદ્ધાંતિક અનુમતિ આપી છે.

મુખ્યમંત્રીએ સુરતમાં જે ૬ ફ્લાય ઓવરબ્રિજના કામો માટે રૂ. ૩૮૦ કરોડ મંજૂર કર્યા છે, તેમાં ઈસ્ટ ઝોન એ(વરાછા) વિસ્તારમાં સુરત-કામરેજ રોડ ઉપર એન્ટ્રી એક્ઝિટ રેમ્પ અને શ્યામધામ મંદિર જંક્શન પર ફ્લાયઓવરબ્રિજ, સુરત-બારડોલી રોડ ઉપર એ.પી.એમ.સી. જંક્શન નજીક ફ્લાયઓવર બ્રિજ, વલ્લભાચાર્ય રોડ પર હયાત શ્રીનાથજી ફ્લાયઓવર બ્રિજ પર જવા માટેનો એન્ટ્રી રેમ્પ, સાઉથ ઈસ્ટ(લિંબાયત) ઝોન વિસ્તારમાં મીડલ રીંગરોડ મહારાણા પ્રતાપ જંક્શન પર ફ્લાયઓવર બ્રિજ અને નીલગીરી સર્કલ જંક્શન પર ફ્લાયઓવર બ્રિજ વગેરેનો સમાવેશ થાય છે.

મુખ્યમંત્રીએ અમદાવાદ મહાનગરના આઉટગ્રોથ વિસ્તારના ૪૬ જેટલા વિકાસકામો માટે ૩૧૬ કરોડ રૂપિયા પણ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાંથી ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. આ ૪૬ કામોમાં ડ્રેનેજ, સ્યુએઝ પ્લાન્ટ, રોડરસ્તાના કામો તેમ જ પશ્ચિમ ઝોન, ઉત્તર ઝોન અને ઉત્તર પશ્ચિમ ઝોન તેમ જ દક્ષિણ પશ્ચિમ ઝોનના કામો સમાવિષ્ટ છે.તેમણે વડોદરા મહાનગરપાલિકાને પણ આઉટગ્રોથ વિસ્તારના ૫૦ કામો માટે ૬૮.૦૪ કરોડ રૂપિયા ફાળવવા અનુમતિ આપી છે.

વડોદરા મહાનગરમાં આ કામો અંતર્ગત પાણી પુરવઠા, ડ્રેનેજ, વરસાદી ગટરના કામો, રોડના કામો, સ્ટ્રીટ લાઈટના કામો સાથે પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ ઝોનના વિવિધ કામો હાથ ધરાશે. એટલું જ નહીં, વડોદરા મહાનગર પાલિકાને ભૌતિક આંતર-માળખાકીય સુવિધાના પાણી પુરવઠા, ડ્રેનેજ, સ્ટ્રીટ લાઈટ, બિલ્ડિંગ પ્રોજેક્ટ, સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ અને જુદાજુદા ઝોનમાં ગટર, વરસાદી ે સહિતના કામો માટે ૧૧ કરોડ રૂપિયા મંજૂર કર્યા છે.