National

ભારતની ‘એક્ટ ઈસ્ટ’ નીતિએ આસિયાન સાથેના સંબંધોને નવી ઉર્જા અને દિશા આપી – ઁસ્ મોદીએ લાઓસમાં કહ્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે લાઓસમાં આસિયાન-ઈન્ડિયા સમિટમાં કહ્યું કે મેં ૧૦ વર્ષ પહેલા ભારતની એક્ટ-ઈસ્ટ પોલિસીની જાહેરાત કરી હતી. છેલ્લા એક દાયકામાં આ નીતિએ ભારત અને આસિયાન દેશો વચ્ચેના સંબંધોને નવી ઉર્જા, દિશા અને ગતિ આપી છે. તેમણે એમ પણ કહ્યું કે, હું માનું છું કે ૨૧મી સદી ભારત અને આસિયાન દેશોની સદી છે.

ભારતની એક્ટ-ઈસ્ટ નીતિનો ઉલ્લેખ કરતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, “છેલ્લા ૧૦ વર્ષોમાં, આસિયાન પ્રદેશો સાથેનો અમારો વેપાર લગભગ બમણો વધીને ઇં૧૩૦ બિલિયનથી વધુ થઈ ગયો છે. આજે, ભારતે ૭ છજીઈછદ્ગ દેશો સાથે સીધી ફ્લાઈટ કનેક્ટિવિટી સ્થાપિત કરી છે અને ટૂંક સમયમાં બ્રુનેઈ સાથે પણ સીધી ફ્લાઈટ્‌સ શરૂ થવા જઈ રહી છે.

૨૧મી છજીઈછદ્ગ-ભારત સમિટને સંબોધતા તેમણે કહ્યું, “સિંગાપોર છજીઈછદ્ગ ક્ષેત્રમાં પહેલો દેશ હતો જેની સાથે અમે ફિનટેક કનેક્ટિવિટી સ્થાપિત કરી હતી. અને અન્ય દેશોમાં પણ આ સફળતાનું પુનરાવર્તન થઈ રહ્યું છે. “નાલંદા યુનિવર્સિટીમાં ૩૦૦ થી વધુ છજીઈછદ્ગ વિદ્યાર્થીઓએ શિષ્યવૃત્તિનો લાભ લીધો છે.” ૨૧મી સદી ભારત અને આસિયાનની સદી હોવા અંગે વાત કરતા પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું, “હું માનું છું કે ૨૧મી સદી ભારત અને આસિયાન દેશોની સદી છે. આજે જ્યારે વિશ્વના ઘણા ભાગોમાં સંઘર્ષ અને તણાવની સ્થિતિ છે, ત્યારે ભારત અને આસિયાન વચ્ચે મિત્રતા, સંવાદ અને સહયોગ ખૂબ જ મહત્વપૂર્ણ છે.

ભારત-આસિયાન દેશોની વિચારધારાનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ એમ પણ કહ્યું કે ભારત-આસિયાન શાંતિપ્રિય રાષ્ટ્રો છે, એકબીજાની રાષ્ટ્રીય એકતા અને સાર્વભૌમત્વનું સન્માન કરે છે અને યુવાનોના ઉજ્જવળ ભવિષ્ય માટે પણ પ્રતિબદ્ધ છે. તેમણે કહ્યું કે ભારત-આસિયાન પાડોશી છે. ગ્લોબલ સાઉથમાં ભાગીદાર છે અને તે વિશ્વનો સૌથી ઝડપથી વિકસતો પ્રદેશ પણ છે.

કોવિડ રોગચાળાનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ કહ્યું કે તે કોવિડ રોગચાળો હોય કે કુદરતી આફત. અમે માનવતાવાદી જવાબદારીઓ નિભાવીને એકબીજાને મદદ કરી છે. વિવિધ ક્ષેત્રોમાં સહકાર માટે વિજ્ઞાન અને ટેકનોલોજી ફંડ, ડિજિટલ ફંડ અને ગ્રીન ફંડની સ્થાપના કરવામાં આવી છે. ભારતે આમાં ૩૦ મિલિયન ડોલરથી વધુનું યોગદાન આપ્યું છે.

આજે અમારો સહયોગ પાણીની અંદરથી અવકાશ સુધી વિસ્તરેલો છે. આ પહેલા પીએમ મોદી છજીઈછદ્ગ-ભારત અને પૂર્વ એશિયા સમિટમાં ભાગ લેવા માટે ગુરુવારે ૨ દિવસની મુલાકાતે લાઓસ પહોંચ્યા હતા. પીએમ મોદી પીપલ્સ ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ લાઓસ (લાઓ પીડીઆર)ના વડાપ્રધાન સોનેક્સે સિફનાડોનના આમંત્રણ પર અહીં આવ્યા છે.

લાઓસ હાલમાં એસોસિયેશન ઓફ સાઉથઇસ્ટ એશિયન નેશન્સ (છજીઈછદ્ગ) ના અધ્યક્ષ છે. આ ઉપરાંત પીએમ મોદી ૧૯મી ઈસ્ટ એશિયા કોન્ફરન્સમાં પણ ભાગ લેશે. દક્ષિણપૂર્વ એશિયાઈ રાષ્ટ્રોના સંગઠન (છજીઈછદ્ગ)ની સ્થાપના વર્ષ ૧૯૬૭માં થઈ હતી. ભારત અને વિયેતનામ ઉપરાંત તેના સભ્ય દેશોમાં ઈન્ડોનેશિયા, મલેશિયા, ફિલિપાઈન્સ, થાઈલેન્ડ, સિંગાપોર, લાઓસ, કંબોડિયા અને બ્રુનેઈ દારુસલામનો સમાવેશ થાય છે.