National

જમ્મુમાં જૈશ-લશ્કરનું 20 વર્ષ જૂનું નેટવર્ક ફરી સક્રિય થયું

જમ્મુ ક્ષેત્રમાં સેનાએ 20 વર્ષ પહેલાં પાકિસ્તાન તરફી આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ- તોઈબાના જે લોકલ નેટવર્કને જેટલી કડકાઈથી નિષ્ક્રિય કરી દેવાયું હતું, એ હવે ફરીથી સક્રિય થયું છે. પહેલાં આ લોકો આતંકવાદીઓના સામાન ઊંચકવાનું કામ કરતા હતા અને હવે એમને ગામોમાં જ હથિયાર, દારૂગોળો અને ખાવાપીવાની સામગ્રી આપી રહ્યા છે.

તાજેતરના દિવસોમાં અટકાયત કરાયેલા 25 શંકાસ્પદ લોકોએ પૂછપરછમાં આ ચોંકાવનારી માહિતી આપી હતી. જમ્મુના 10માંથી 9 જિલ્લા, રાજૌરી, પૂંછ, રિયાસી, ઉધમપુર, કઠુઆ, ડોડા, કિશ્તવાડ, જમ્મુ અને રામબનમાં આ નેટવર્ક જામી ગયું છે.

જમ્મુ-કાશ્મીરના પૂર્વ ડીજીપી એસ. પી. વૈદ્યના કહેવા પ્રમાણે રાજ્યમાંથી આર્ટિકલ 370 દૂર કરાઈ ત્યારથી જ પાકિસ્તાન આર્મી અને આઇએસઆઇએ જમ્મુને ટાર્ગેટ કરવાનું શરૂ કરી દીધું હતું. 2 વર્ષમાં આ નેટવર્ક સક્રિય કરાયું હતું.

આ નેટવર્કની જ મદદથી આતંકવાદીઓએ 2020માં પૂંછ અને રાજૌરીમાં સેના પર મોટા હુમલા કર્યા હતા. ત્યાર પછી ઉધમપુર, રિયાસી, ડોડા અને કઠુઆને નિશાન બનાવ્યા. ભારતીય સૈન્યે આ આખી ચેન ટ્રેક કરી છે.