ભાજપના સાંસદોને લાકડીઓ લગાવેલા પ્લેકાર્ડ સાથે સજ્જ કરી રહ્યા છે : કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું
સંસદ ભવનના પ્રાંગણમાં ઈન્ડિયા એલાયન્સ અને એનડીએના સાંસદો વચ્ચે દેખાવો દરમિયાન ધક્કા મુક્કી થવા પામી હતી. આમા કેટલાક સાંસદોને ઈજા પહોચી હતી. કોંગ્રેસ અને ભાજપ બન્ને એક બીજા પર આક્ષેપ પ્રતિ આક્ષેપ કરી રહ્યાં છે. ભાજપ દ્વારા રાહુલ ગાંધી સામે પોલીસ ફરિયાદ કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. તો મલ્લિકાર્જૂન ખરગે દ્વારા સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ કરવા લોકસભા અધ્યક્ષને જાણ કરાઈ છે. સંસદ સંકુલમાં શાસક પક્ષ અને વિપક્ષના સાંસદો વચ્ચે ધક્કા મુક્કી અને ઘર્ષણ બાદ આરોપ-પ્રત્યારોપનો દોર ચાલી રહ્યો છે. આ ઘટના માટે ભાજપે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીને જવાબદાર ઠેરવી રહી છે.
જ્યારે, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે પીએમ મોદી, ભાજપના સાંસદોને લાકડીઓ લગાવેલા પ્લેકાર્ડ સાથે સજ્જ કરી રહ્યા છે અને તેમને ઈન્ડિયા ગઠબંધનના સાંસદોને રોકવા માટે દબાણ કરી રહ્યા છે. ખડગેએ સોશિયલ મીડિયા ઠ પર લખ્યું, ‘ડૉ. આંબેડકરનું ઘોર અપમાન કર્યા પછી, ઁસ્ મોદી પણ અમને સંસદની ગરિમાનું અપમાન કરે છે.
બીજેપીના સાંસદો જાડી લાકડીઓ સાથે લગાવેલા પ્લેકાર્ડથી સજ્જ હતા અને ઈન્ડિયા ગઠબંધનના સાંસદોના શાંતિપૂર્ણ વિરોધને રોકવા માટે તેમને દબાણ કરવા માટે ઉપયોગમાં લેવાય છે. જેથી ડૉ. આંબેડકર, સંસદ, બંધારણ અને લોકશાહી પ્રત્યેની તેમની ખરાબ ઈચ્છા છતી ના થાય. પરંતુ અમે અડગ રહીશું અને આંબેડકર પર નિંદનીય ટિપ્પણીઓ સહન નહીં કરીએ. સમગ્ર દેશના તમામ લોકો ભાજપ-આરએસએસનો જાેરદાર વિરોધ કરશે.
મલ્લિકાર્જુન ખડગેએ, લોકસભા સ્પીકર ઓમ બિરલાને પત્ર લખીને માંગ કરી હતી કે ભાજપના સાંસદોએ તેમને સંસદ ભવનના મકર ગેટ પાસે ધક્કો માર્યો હતો, જેના કારણે તેમણે પોતાનું સંતુલન ગુમાવ્યું હતું અને તેમને જમીન પર નીચે બેસવાની ફરજ પડી હતી. તેમણે એ પણ વિનંતી કરી કે, આ મામલાની તપાસ કરવામાં આવે કારણ કે તે માત્ર તેમના પર જ નહીં પરંતુ રાજ્યસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસ અધ્યક્ષ પર પણ હુમલો હતો. ખડગેએ બિરલાને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે, ‘આજે સવારે ઈન્ડિયા એલાયન્સના ઘટક પક્ષોના સાંસદોએ પ્રેરણા સ્થળ ખાતે ડૉ. આંબેડકરની પ્રતિમાથી મકર દ્વાર સુધી કૂચ કરી હતી.
આ કૂચ ગત ૧૭ ડિસેમ્બર, ૨૦૨૪ ના રોજ રાજ્યસભામાં તેમના ભાષણમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન દ્વારા આંબેડકર પર કરવામાં આવેલી અપમાનજનક ટિપ્પણીના વિરોધમાં કાઢવામાં આવી હતી. જ્યારે હું વિપક્ષી સાંસદો સાથે મકર દ્વાર પહોંચ્યો ત્યારે ભાજપના સાંસદોએ મને ધક્કો માર્યો હતો. મેં મારું સંતુલન ગુમાવ્યું અને મકર દ્વાર સામે જમીન પર બેસવાની ફરજ પડી. તેમણે કહ્યું, આના કારણે મારા ઘૂંટણમાં ઈજા થઈ, જેની સર્જરી થઈ ચૂકી છે. તેમણે કહ્યું, હું તમને વિનંતી કરું છું કે આ ઘટનાની તપાસનો આદેશ આપો જે માત્ર મારા પર જ નહીં પરંતુ રાજ્યસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસ અધ્યક્ષ પર હુમલો છે.
જ્યારે, ભાજપ આ સમગ્ર ઘટના માટે કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીને જવાબદાર ઠેરવી રહી છે. તે રાહુલ વિરુદ્ધ એફઆઈઆર પણ દાખલ કરી રહી છે. મારામારીમાં ભાજપના સાંસદ પ્રતાપ સારંગી અને ટીડીપી સાંસદ મુકેશ રાજપૂત ઘાયલ થયા હતા. બંને હોસ્પિટલમાં દાખલ છે. પ્રતાપ સારંગીએ કહ્યું છે કે તેઓ રાહુલ ગાંધીના કારણે જમીન પર પડ્યા હતા. તેની આંખમાં ઈજા થઈ છે.