National

PM મોદી બ્રાઝિલ, ગયાના અને નાઈજીરિયા જશે, G20 સમિટમાં પણ ભાગ લેશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સપ્તાહના અંત સુધીમાં કેરેબિયન, આફ્રિકા અને દક્ષિણ અમેરિકાના દેશોની મુલાકાત લેશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ સપ્તાહના અંત સુધીમાં કેરેબિયન, આફ્રિકા અને દક્ષિણ અમેરિકાના દેશોની મુલાકાત લેશે. તેમાં ગુયાના, નાઈજીરીયા અને બ્રાઝિલનો પણ સમાવેશ થાય છે. ભારતીય કૂટનીતિના દૃષ્ટિકોણથી આ મુલાકાત ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે, કારણ કે તાજેતરના વર્ષોમાં ભારત આફ્રિકન અને કેરેબિયન દેશો સાથે સંબંધોને મજબૂત કરવા પર વિશેષ ધ્યાન આપી રહ્યું છે. વડાપ્રધાન મોદીની આ મુલાકાત ૧૬ નવેમ્બરથી શરૂ થશે અને ૨૧ નવેમ્બરે પૂરી થશે. આ મુલાકાતની શરૂઆતમાં પીએમ મોદી આફ્રિકન દેશ નાઈજીરિયા જશે. ત્યાં તેઓ રાષ્ટ્રપતિ બોલા તિનુબુ સાથે દ્વિપક્ષીય મંત્રણા કરશે.

નાઇજીરીયા આફ્રિકાનું સૌથી મોટું અર્થતંત્ર છે અને વસ્તીની દ્રષ્ટિએ પણ સૌથી મોટો દેશ છે. ઓપેકના સભ્ય હોવાના કારણે તે ભારતની ઉર્જા સુરક્ષા માટે પણ મહત્વપૂર્ણ છે, કારણ કે ભારત નાઈજીરિયામાંથી મોટા પ્રમાણમાં ક્રૂડ ઓઈલની આયાત કરે છે. વધુમાં, નાઈજીરીયા ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કન્ટ્રીઝ (ર્ંૈંઝ્ર)નું સભ્ય હોવાથી ભારતીય મુત્સદ્દીગીરી માટે એક મહત્વપૂર્ણ ભાગીદાર છે. આ પછી ઁસ્ મોદી ૧૭-૧૯ નવેમ્બરે બ્રાઝિલના રિયો ડી જાનેરોમાં ય્-૨૦ સમિટમાં ભાગ લેશે. ગયા વર્ષે ભારતે ય્-૨૦ નું પ્રમુખપદ સંભાળ્યું હતું, જે ઁસ્ મોદીએ બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુઈઝ ઇનાસિયો લુલા દા સિલ્વાને સોંપ્યું હતું.

આ સમિટમાં વડાપ્રધાન મોદી નવી દિલ્હી ઘોષણા હેઠળ પર્યાવરણને અનુકૂળ ઊર્જાના ઉપયોગ માટે વૈશ્વિક ટેકનોલોજી નિયમન અને નાણાકીય સંસાધનોના મુદ્દાઓ પર ભાર મૂકે તેવી શક્યતા છે. પીએમ મોદી ઘણા વૈશ્વિક નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠક પણ કરી શકે છે, જેમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને યુએસ પ્રમુખ જાે બિડેન પણ સામેલ હશે. મુલાકાતના છેલ્લા તબક્કામાં પીએમ મોદી ૧૯-૨૧ નવેમ્બર સુધી ગુયાના જશે.

ગયાનામાં વડાપ્રધાન મોદી ગયાના પ્રમુખ ઈરફાન અલી સાથે મુલાકાત કરશે. ભારતે ગયાના સાથે સંરક્ષણ, ઉર્જા અને કૃષિ જેવા ક્ષેત્રોમાં ગાઢ સંબંધો બનાવ્યા છે. ઉપરાંત, ઁસ્ મોદી ભારત-કેરેબિયન (ઝ્રછઇૈંર્ઝ્રંસ્) સમિટની અધ્યક્ષતા કરશે, જેમાં વેપાર, રોકાણ અને માળખાકીય પ્રોજેક્ટ્‌સ પર ભાર મૂકવામાં આવશે. ગયાનામાં લગભગ ૪૦ ટકા વસ્તી ભારતીય મૂળની છે, જેમને ‘ઇન્ડો-ગુયાનીઝ’ કહેવામાં આવે છે. તેમના મૂળ ઉત્તર પ્રદેશ, બિહાર અને ઝારખંડમાં છે. પ્રમુખ અલી પોતે ભારતીય મૂળના છે અને ગયા વર્ષે ભારતમાં પ્રવાસી ભારતીય દિવસના મુખ્ય અતિથિ તરીકે તેમને આમંત્રણ આપવામાં આવ્યું હતું.