સુરત એરપોર્ટ માટે કાર્યરત સંસ્થા ‘વી વર્ક ફોર વર્કિંગ એરપોર્ટ એટ સુરત’એ કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના મંત્રીને ઇ-મેલ થકી પત્ર મોકલી ઘણી રજૂઆત કરી છે. જેમાં ખાસ કરીને રન-વે વિસ્તરણ માટે ઉલ્લેખ કરાયો છે.
પૂરતી જમીન ઉપલબ્ધ છતાં આગળ વધારી શકાતું નથી કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરીને પત્ર લખી જણાવ્યું હતું કે, આ સંસ્થા સુરત ખાતે કાર્યરત એરપોર્ટ છે. આ જૂથના સંચાલકો, મંત્રીના ધ્યાન પર સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટના રન-વેના વિસ્તરણને લગતી એક તાકીદની બાબત લાવવા માગે છે, જે મહત્વપૂર્ણ જાહેર હિતનો પ્રોજેક્ટ છે.
જેમ તમે જાણો છો તેમ, સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ તેના રન-વેની 2905 મીટર લંબાઈ ધરાવતું એરપોર્ટ છે અને પૂરતી જમીન ઉપલબ્ધ હોવા છતાં તેને ડુમ્મસ બાજુ (સી સાઇડ) તરફ આગળ વધારી શકાતું નથી.

