National

S-400 એર ડિફેન્સ સિસ્ટમમાં દુશ્મન મિસાઈલને હવામાં જ નષ્ટ કરવાની શક્તિ

૨૦૨૫ માં, જી-૪૦૦ સાથે ભારતની સરહદ પર ભારતને તેની સૈન્ય શક્તિમાં વધુ મજબૂતી મળશે

રશિયાએ જી-૪૦૦ના ત્રણ યુનિટ ભારતને આપ્યા છે. S-૪૦૦ એવી એર ડિફેન્સ સિસ્ટમ છે, જે હવામાં જ દુશ્મનની મિસાઈલને નષ્ટ કરવાની શક્તિ ધરાવે છે. વાયુસેના પ્રમુખ અમર પ્રીત સિંહે માહિતી આપી હતી કે જી-૪૦૦ના ત્રણ યુનિટ ભારતને આપ્યા બાદ રશિયા હવે ૨૦૨૫માં જી-૪૦૦ના વધુ બે યુનિટ આપશે. વાયુસેના પ્રમુખે વધુમાં કહ્યું કે ચીન એલએસી પર ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું ઝડપથી વિસ્તરણ કરી રહ્યું છે, જેના જવાબમાં ભારત પણ ઝડપથી બાંધકામમાં વ્યસ્ત છે.

ભારતે ૨૦૧૯ માં રશિયા પાસેથી પાંચ જી-૪૦૦ સિસ્ટમ્સ ખરીદવા માટે કરાર પર હસ્તાક્ષર કર્યા હતા, જેમાંથી ત્રણ યુનિટ ભારતને રશિયા પાસેથી મળી ચૂક્યા છે, પરંતુ હજુ બે યુનિટ સપ્લાય કરવાના બાકી છે. યુક્રેન સાથે રશિયાનું યુદ્ધ શરૂ થવાને કારણે તે ભારતને બે યુનિટ સપ્લાય કરી શક્યું નથી. તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયાની મુલાકાત લીધી હતી. પોતાની મુલાકાત દરમિયાન જ તેમણે જી-૪૦૦ મિસાઈલ સિસ્ટમની સપ્લાઈને લઈને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે વાત કરી હતી. ભારતે રશિયા પાસેથી મળેલી ત્રણ જી-૪૦૦ મિસાઈલ સિસ્ટમને ચીન સાથેના સરહદી વિસ્તારોમાં તૈનાત કરી છે. આમ કરવાથી ભારતની સરહદ પર સૈન્ય શક્તિ વધુ મજબૂત થઈ છે.

S-૪૦૦ એક એવું હથિયાર છે જે દુશ્મનની મિસાઈલોને હવામાં જ નષ્ટ કરી દે છે. જી-૪૦૦ એ મોબાઈલ સરફેસ-ટુ-એર મિસાઈલ (જીછસ્) સિસ્ટમ છે. તે રશિયા દ્વારા વિકસાવવામાં આવ્યું છે. તે એરક્રાફ્ટ, ડ્રોન, ક્રુઝ મિસાઈલ અને બેલિસ્ટિક મિસાઈલ જેવા હવાઈ લક્ષ્યોને અટકાવવા અને તેનો નાશ કરવામાં સક્ષમ છે.

S-૪૦૦ મિસાઇલ સિસ્ટમની વિશેષતા એ છે કે જી-૪૦૦માં ચાર રેન્જની મિસાઇલો છે – ૪૦, ૧૦૦, ૨૦૦ અને ૪૦૦ કિલોમીટર. આ સિસ્ટમ ૧૦૦ થી ૪૦,૦૦૦ ફૂટની વચ્ચે ઉડતા દરેક લક્ષ્યને ઓળખી અને નાશ કરી શકે છે. તે ૯૨દ્ગ૬ઈ ઈલેક્ટ્રોનિકલી સ્ટીયર્ડ ફેઝ્‌ડ એરો રડાર સાથે ફીટ છે. આ રડાર લગભગ ૬૦૦ કિલોમીટરના અંતરથી અનેક લક્ષ્યોને શોધી શકે છે. ઓર્ડર મળ્યાની ૫ થી ૧૦ મિનિટમાં તે ઓપરેશન માટે તૈયાર છે. એક યુનિટમાંથી ૧૬૦ જેટલા ઑબ્જેક્ટ્‌સને એકસાથે ટ્રેક કરી શકાય છે. એક ટાર્ગેટ માટે બે મિસાઈલ છોડી શકાય છે. તે ૩૦ કિલોમીટરની ઉંચાઈ પર પણ પોતાના લક્ષ્ય પર હુમલો કરી શકે છે.

એકવાર ભારતીય વાયુસેના દ્વારા જી-૪૦૦ ની પાંચેય સ્ક્વોડ્રન પ્રાપ્ત થઈ જાય, તે પછી ભારતમાં આ હવાઈ સંરક્ષણ પ્રણાલીના ભાગો બનાવવાની તૈયારી કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારતમાં જી-૪૦૦ એર ડિફેન્સ સિસ્ટમની જાળવણી અને સમારકામ માટે એક ભારતીય કંપની અને રશિયન ઉત્પાદક અલ્માઝ-એન્ટે વચ્ચે કરાર લગભગ ફાઈનલ થઈ ગયો છે. આ ભારતીય અને રશિયન કંપનીઓનું સંયુક્ત સાહસ હશે. બીજા તબક્કામાં ભારતમાં સિસ્ટમ માટે જરૂરી ઘટકોનું ઉત્પાદન શરૂ કરવાની તૈયારી કરવામાં આવશે. આ હેતુ માટે રશિયન કંપની ભારતીય કંપની સાથે જાેઈન્ટ વેન્ચર પણ બનાવશે અને ટેક્નિકલ સહાય પૂરી પાડશે. આ કામ માટે જરૂરી ટેક્નોલોજી પણ રશિયન કંપની આપશે. આ કામ ૨૦૨૮ સુધીમાં પૂર્ણ થવાની આશા છે.