ભારતીય નૌકાદળ માટે મેસર્સ કોચીન શિપયાર્ડ લિમિટેડ દ્વારા બનાવવામાં આવી રહેલા આઠ એન્ટી સબમરીન વોરફેર શૅલો વોટર ક્રાફ્ટ પ્રોજેક્ટના ચોથા અને પાંચમા જહાજ માલપે અને મુલ્કીને ૦૯ સપ્ટેમ્બર ૨૪ના રોજ સીએસએલ, કોચી ખાતે લોન્ચ કરવામાં આવ્યા હતા. દરિયાઈ પરંપરાઓને ધ્યાનમાં રાખીને, સધર્ન નેવલ કમાન્ડના ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ ઈન ચીફ વીએડીએમ વી શ્રીનિવાસની હાજરીમાં શ્રીમતી વિજયા શ્રીનિવાસ દ્વારા બંને જહાજાેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
માહે શ્રેણીની CSL શૅલો વોટર ક્રાફ્ટ્સના નામ ભારતના દરિયાકાંઠે વ્યૂહાત્મક મહત્વ ધરાવતા પોર્ટના નામ પર રાખવામાં આવ્યા છે જે તેમના નામ પર રાખવામાં આવેલા પૂર્વવર્તી માઇનસ્વીપર્સના ભવ્ય વારસાને આગળ ધપાવવાનો પ્રયત્ન કરશે.
સંરક્ષણ મંત્રાલય અને CSL વચ્ચે ૩૦ એપ્રિલ ૨૦૧૯ના રોજ આઠ ASW SWC જહાજાે બનાવવા માટેના કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
માહે શ્રેણીના જહાજાે સ્વદેશી રીતે વિકસિત, અત્યાધુનિક અંડરવોટર સેન્સરથી સજ્જ હશે, અને દરિયાકાંઠાના પાણીમાં સબમરીન વિરોધી કામગીરી તેમજ ઓછી તીવ્રતાના મેરીટાઇમ ઓપરેશન્સ અને માઇન લેઇંગ ઓપરેશન્સ હાથ ધરવાની કલ્પના કરવામાં આવી છે. છજીઉ જીઉઝ્ર જહાજાે ૧૮૦૦ નોટિકલ માઈલ સુધીની સહનશક્તિ સાથે ૨૫ નોટની મહત્તમ ઝડપ હાંસલ કરી શકે છે.
આ જહાજાેનું એક સાથે લોન્ચિંગ સ્વદેશી જહાજ નિર્માણમાં ભારતની ‘આર્ત્મનિભર ભારત’ તરફની પ્રગતિને પ્રકાશિત કરે છે. ASW SWC જહાજાેમાં ૮૦%થી વધુ સ્વદેશી સામગ્રી હશે, જેનાથી એ સુનિશ્ચિત થશે કે મોટા પાયે સંરક્ષણ ઉત્પાદન ભારતીય ઉત્પાદન એકમો દ્વારા કરવામાં આવશે જેનાથી દેશમાં રોજગારી અને ક્ષમતામાં વૃદ્ધિ થશે.

