Sports

મેચ દરમિયાન રોહિત શર્માને ભેટી પડ્યો ચાહક, અમેરિકન પોલીસે માર મારીને અધમૂઓ કર્યો, હિટમેને કહ્યું- ‘આને આટલો ના મારો…’

T20 વર્લ્ડ કપ 2024 પહેલાં શનિવારે (01 જૂન) ભારત અને બાંગ્લાદેશ વચ્ચે વોર્મ-અપ મેચ રમાઈ હતી. મેચ દરમિયાન એક ગજબની ઘટના જોવા મળી હતી. જ્યારે ભારતીય ટીમ ફિલ્ડિંગ કરી રહી હતી.

તે દરમિયાન એક ક્રિકેટપ્રેમી રોહિત શર્માને મળવા મેદાનમાં ઘૂસી આવ્યો હતો. આ દરમિયાન, તે મેદાનમાંથી બહાર નીકળે તે પહેલાં અમેરિકન પોલીસ ત્યાં આવી પહોંચી હતી. આ દરમિયાન પોલીસે ફેન્સને દબોચી લીધો હતો અને નિર્દયતાથી જમીન પર પછાડી દઈને હાથકડી પહેરાવીને ધરપકડ કરી હતી.

પોલીસે ફેન્સની ધોલાઈ કરી

સોશિયલ મીડિયા પર આ ઘટનાનો વીડિયો શેર કરતી વખતે @GabbbarSingh નામના એક ફેન્સે લખ્યું છે કે, ‘રોહિત શર્માને ખબર પડી કે અમેરિકન પોલીસ તેના ફેન્સની ધોલાઈ કરી રહી છે. એટલું જ નહીં, પોલીસની બર્બરતા જોઈને ફેન્સે મજાકિયા સ્વરમાં લખ્યું છે કે, ‘અરે, આટલો ન માર બે.’

અમેરિકન પોલીસના બે જવાનો ફેન્સ પર તૂટી પડ્યા

જ્યારે પોલીસે ફેન્સની નિર્દયતાથી ધરપકડ કરી હતી. ત્યારબાદ રોહિત શર્મા તેનો બચાવ કરતા જોવા મળ્યો, પરંતુ રોહિતની દરમિયાનગીરી છતાં પોલીસે ફેન્સ સાથે ગેરવર્તન કર્યું અને તેને જમીન પર ધક્કો મારીને દબોચીને ધરપકડ કરી હતી. અમેરિકન પોલીસના બે જવાનો ફેન્સ પર તૂટી પડ્યા હતા.