Sports

કુલ 6 ભારતીય ખેલાડીઓની પસંદગી થઈ, સ્મૃતિ મંધાના એડિલેડ સ્ટ્રાઈકર્સ તરફથી રમશે

મહિલા બિગ બેશ લીગ 2024 માટે ઓવરસીઝ ડ્રાફ્ટમાં જેમિમાહ રોડ્રિગ્સ અને દીપ્તિ શર્મા સહિત છ ભારતીય ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે. જેમિમાહ રોડ્રિગ્સ અને શિખા પાંડે બ્રિસ્બેન હીટ તરફથી રમશે.

જ્યારે ઓલરાઉન્ડર દીપ્તિ શર્મા મેલબોર્ન સ્ટાર્સ તરફથી રમતી જોવા મળશે. અગાઉ, સ્મૃતિ મંધાનાને ડિફેન્ડિંગ ચેમ્પિયન એડિલેડ સ્ટ્રાઈકર્સ દ્વારા પ્રી-ડ્રાફ્ટ વિદેશી ખેલાડી તરીકે પસંદ કરવામાં આવી હતી.

જેમિમાહ, જોનાસન અને શિખા પણ WBBLમાં એક ટીમમાં

વિમેન્સ પ્રીમિયર લીગ અને વુમન્સ કેરેબિયન લીગ પછી, જેમિમાહ રોડ્રિગ્સ, જેસ જોનાસેન અને શિખા પાંડે પણ મહિલા બિગ બેશ લીગમાં એક જ ટીમ માટે રમતા જોવા મળશે. આ સિઝન માટે બ્રિસ્બેન હીટ દ્વારા ત્રણેય ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ત્રણેય ખેલાડીઓ WPLમાં દિલ્હી કેપિટલ્સ અને WCPLમાં ત્રિનબેગો નાઈટ રાઈડર્સ તરફથી રમ્યા છે.

જેમિમા અને જોનાસન WPLમાં દિલ્હી કેપિટલ્સ તરફથી રમ્યા હતા.

સ્મૃતિ મંધાના ડિફેન્ડિંગ ચેમ્પિયનની ટીમમાં રમશે

ભારતીય ઓપનર સ્મૃતિ મંધાના મહિલા બિગ બેશ લીગની આ સિઝનમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન એડિલેડ સ્ટ્રાઈકર્સ સાથે રમતા જોવા મળશે. તેણે ફ્રેન્ચાઇઝી સાથે પ્રી-ડ્રાફ્ટ ઓવરસીઝન કોન્ટ્રાક્ટ પર હસ્તાક્ષર કર્યા છે. આવું કરનાર તે પ્રથમ ભારતીય ખેલાડી બની ગઈ છે. મંધાના ઉપરાંત કેપ્ટન હરમનપ્રીત કૌર, જેમિમાહ રોડ્રિગ્સ અને દીપ્તિ શર્માને પણ ડ્રાફ્ટમાં સામેલ કરવામાં આવ્યા છે.

28 વર્ષની મંધાના લીગના 10 વર્ષના ઈતિહાસમાં ચોથી ટીમ તરફથી રમતી જોવા મળશે. અગાઉ મંધાના 2016માં બ્રિસ્બેન હીટ, 2018-19માં હોબાર્ટ હરિકેન્સ અને 2021માં સિડની થંડર્સનો ભાગ રહી હતી.

ભારતની વાઈસ કેપ્ટન મંધાના 2023માં આ લીગનો ભાગ નહોતી. તેણે વર્કલોડ મેનેજમેન્ટ અને ડોમેસ્ટિક ક્રિકેટને કારણે લીગમાં ભાગ ન લેવાનો નિર્ણય લીધો હતો. લીગની વર્તમાન સિઝન 1 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહી છે.