Sports

વર્લ્ડ કપની ફાઇનલમાં જીત બાદ અનુષ્કા શર્માએ કિંગ કોહલીને ખાસ અંદાજમાં જીત પર અભિનંદન પાઠવ્યા

સમગ્ર વિશ્વ કપ દરમિયાન વિરાટ કોહલીનું બેટ શાંત રહ્યું હતું પરંતુ ફાઇનલમાં તેણે મેચ વિનિંગ ઇનિંગ્સ રમી હતી અને સૌથી મહત્વની મેચમાં ટીમને જીત અપાવી હતી. આ જીત ઘણી રીતે ખાસ હતી. ૨૦૨૩ના વર્લ્ડકપની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાના હાથે કારમી હાર બાદ દરેકનું દિલ તૂટી ગયું હતું. પરંતુ બરાબર એક વર્ષ બાદ ભારતે વર્લ્ડ કપ જીત્યો અને કરોડો દેશવાસીઓના ચહેરા પર સ્મિત આવી ગયું. વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્માએ પણ સોશિયલ મીડિયા પર તેને ખાસ અંદાજમાં જીત પર અભિનંદન પાઠવ્યા હતા આ સાથે પતિ વિરાટ પર પ્રેમ વરસાવ્યો છે.

વિરાટનો ઉલ્લેખ કરતા પત્ની અનુષ્કા એ લખ્યું- અને હું આ વ્યક્તિને પ્રેમ કરું છું. વિરાટને મારું ઘર કહીને હું ખુશ છું. મારા તરફથી પણ ખુબ ઉજવણી કરો. ઘણા ચાહકો પણ આ પોસ્ટ પર પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક વ્યક્તિએ લખ્યું- કિંગ એ તે કર્યું જે તે હંમેશા કરતા આવ્યા છે. અન્ય એક વ્યક્તિએ લખ્યું- કેપ્શન વાંચીને મારી આંખો આંસુઓથી ભરાઈ ગઈ. અન્ય એક વ્યક્તિએ લખ્યું- આ ગર્વની ક્ષણો છે.

મેચમાં મોટી જીત બાદ તરત જ પત્ની અને બાળકોને વીડિયો કોલ કર્યો હતો અને પોતાની ખુશી શેર કરી હતી. ત્યારે પત્ની અનુષ્કા પણ પતિની ખુશી અને મોટી જીતથી ગદગદ થઈ ગઈ હતી અને પોસ્ટ અને સ્ટોરી શેર કરી કિંગ કોહલી પર પ્રેમ વરસાવ્યો હતો. તેણે બે અલગ-અલગ પોસ્ટ શેર કરી. પહેલી પોસ્ટમાં ટીમ ઈન્ડિયાને અભિનંદન આપતા તેણે લખ્યું- અમારી દીકરીનો સૌથી મોટો સવાલ એ હતો કે જ્યારે ટીવી પર મેદાન પર તમામ ખેલાડી રડી રહ્યા હતા ત્યારે શું તેમને ગળે લગાવવા માટે કોઈ નહોતું? મારી બાળકી, તેને અજાણ છે તેમને ૧૫૦ કરોડ ભારતીયો ગળે લગાવી દીધા છે. કેટલી મોટી જીત અને મોટી સિદ્ધિ. ચેમ્પિયનને ખૂબ ખૂબ અભિનંદન.