ક્રિકેટ ઈતિહાસમાં એકથી એક ચડીયાતા ધૂરંધર બેટ્સમેન થઈ ગયા જેમણે રન અને સદીઓની હારમાફ્રા સર્જી દીધી. પરંતુ શું તમને ખબર છે કે કેટલાક બેટ્સમેન એવા પણ છે જેમને વનડે ક્રિકેટમાં દુનિયાના કોઈ પણ બોલર આઉટ કરી શક્યા નથી. જાણો આવા જ કેટલાક ભારતીય બેટ્સમેન વિશે જણાવીએ, જ્યારે આ ખેલાડીએ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ડગ માંડ્યા તો તેને મહેન્દ્ર સિંહ ધોનીના ડુપ્લીકેટની ઉપમા મફ્રી હતી.
તેના લાંબા લાંબા વાફ્ર જાેઈને લોકો તેની સરખામણી ધોની સાથે કરતા હતા. આ ખેલાડીએ આઈપીએલમાં પણ શાનદાર પ્રદર્શન કરીને ટીમ ઈન્ડિયામાં જગ્યા બનાવી હતી. આ ખેલાડી છે સૌરભ તિવારી જેણે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ વર્ષ ૨૦૧૦માં વનડે ડેબ્યુ કર્યું હતું. સૌરભ તિવારીએ ટીમ ઈન્ડિયા માટે ફક્ત ત્રણ વનડે મેચ રમી છે, જેમાં તે ફક્ત બે ઈનિંગમાં જ બેટિંગ કરી શક્યો. સૌરભ તિવારી આ બંને ઈનિંગમાં નોટઆઉટ રહ્યો. ત્યારબાદ તેને ટીમમાંથી બહારનો રસ્તો દેખાડી દેવાયો.
સૌરભ તિવારી ઉપરાંત ભારતના બીજા પણ ૨ બેટ્સમેન એવા છે જેમને વનડે ક્રિકેટમાં દુનિયાના કોઈ પણ બોલર આઉટ જ નથી કરી શક્યા. તેમના વિશે પણ જાણો.
ફૈઝ ફઝલે ઘરેલુ ક્રિકેટમાં પોતાના શાનદાર પ્રદર્શનથી બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યુ અને આ કારણે જ તેને ટીમ ઈન્ડિયામાં પણ તક મફ્રી હતી. પરંતુ આ ખેલાડી ટીમ ઈન્ડિયા માટે ફક્ત એક જ મેચ રમ્યો. વર્ષ ૨૦૧૬માં રમાયેલી આ વનડે મેચમાં ઝિમ્બાબ્વે વિરુદ્ધ ફૈઝ ફઝલે અણનમ ૫૫ રનની ઈનિંગ રમી. આ શાનદાર રમત થતાં તેને ટીમમાંથી બહાર કરાયો હતો.
ભરત રેડ્ડીને કદાચ આજના યુવાઓ ન જાણતા હોય પરંતુ આ ખેલાડી એક સમયે ભારતીય ક્રિકેટ ટીમ માટે ૩ વનડે મેચ રમ્યો હતો. ભરત રેડ્ડી ૧૯૭૮થી લઈને ૧૯૮૧ સુધી ભારત માટે ૩ વનડે મેચ રમ્યો. જેમાંથી બે મેચમાં તેને બેટિંગ કરવા મફ્રી હતી અને આ બંને મેચમાં તે અણનમ રહ્યો હતો. ત્યારબાદ ભરત રેડ્ડીને પણ ટીમમાંથી બહારનો રસ્તો દેખાડી દેવાયો હતો અને તેની કરિયરનો પણ દુખદ અંત આવી ગયો.