બોલરોના શાનદાર પ્રદર્શનને કારણે ગુજરાત ટાઈટન્સની ટીમે ઈન્ડિયન પ્રીમિયર લીગ ૨૦૨૪ની પહેલી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સને ૬ રનથી હાર આપી છે. હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપ વાળી મુંબઈ ટીમે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટોસ જીત્યા બાદ પહેલા બોલિંગ કરવાનો ર્નિણય લીધો હતો.
ગુજરાતે પોતાના હોમ ગ્રાઉન્ડમાં પહેલા બેટિંગ કરી ૨૦ ઓવરમાં ૧૬૮ રન બનાવી શકી હતી.ત્યારબાદ મુંબઈની ટીમ ક્રિઝ પર આવી પરંતુ મુંબઈની બેટિંગ સારી રહી ન હતી. પહેલી વિકેટ ૦ રન પર પડી હતી. રોહિત શર્મા અને ડેવાલ્ડ બ્રેવિસે જે રીતે બેટિંગ કરી તે જાેઈને લાગતું હતુ કે, ગુજરાતની હાર પાક્કી છે પરંતુ ત્યારે મોહિતે પોતાનો મેજિક દેખાડ્યો અને મેચની બાજી જ પલટી નાંખી હતી.
મુંબઈ વિરુદ્ધ ગુજરાતને મળેલી જીતનો ટર્નિંગ પોઈન્ટ ૧૮મી ઓવર માનવામાં આવે છે. જ્યારે મોહિત શર્માએ માત્ર ૯ રન આપી ટીમ ડેવિડને આઉટ કર્યો. ૧૭ ઓવર સુધી મેચમાં મુંબઈએ ૪ વિકેટ પર ૧૩૩ રન બનાવી લીધા હતા. હવે ક્રિઝ પર ટિમ ડેવિડ અને તિલક વર્મા હતા. મુંબઈને જીત માટે ૧૮ બોલમાં ૩૬ રનની જરુર હતી. ત્યારે બોલિંગ કરવા મોહિત શર્મા આવ્યો અને પહેલા બોલ પર ટિમ ડેવિડને રન આપ્યો નહિ.
બીજાે બોલ વાઈડ ગયો જ્યારે ત્રીજા બોલ પર ડેવિડે ચોગ્ગો ફટકાર્યો. મુંબઈએ ૨ બોલમાં ૫ રન બનાવી લીધા હતા. ત્યારબાદ મોહિતે પોતાનો મેજિક દેખાડ્યો. મોહિતે ત્રીજા અને ચોથા બોલ પર ટિમ ડેવિડને ૨-૨ રન આપ્યા, પાંચમા બોલ પર ડેવિડે સિક્સ ફટકારી હતી.
છેલ્લા બોલ પર ટિમ ડેવિડે સિક્સ મારવાનો પ્રયાસ કર્યો અને ડેવિડ મિલરના હાથે કેચ આઉટ થયો. મોહિતે પોતાની આ ઓવરમાં ૯ રન આપી ૧ વિકેટ લીધી હતી. ત્યારબાદ મુંબઈની ટીમ દબાવમાં આવી ગઈ હતી. ડેવિડ આઉટ થયા બાદ હાર્દિક પંડ્યા ક્રિઝ પર આવ્યો. હવે હાર્દિકની જવાબદારી હતી ટીમને જીત અપાવવા. હાર્દિક પંડ્યા શોર્ટ રમવાના ચક્કરમાં આઉટ થઈ ગયો હતો.
આ રીતે ગુજરાત દ્વારા આપવામાં આવેલા ૧૬૯ રનનો લક્ષ્યાંકના જવાબમાં મુંબઈની ટીમ ૧૬૨ રન જ બનાવી શકી હતી.ત્યારબાદ તિલક વર્માની વિકેટ પડી. ૧૯મી ઓવરમાં ગેરાલ્ડ કોએટ્ઝી આઉટ થઈ ગયો હતો. ૨૦મી ઓવરના ત્રીજા બોલ પર કેપ્ટન હાર્દિક પંડ્યા આઉટ થઈ ગયો હતો. ત્યારબાદ પીયુષ ચાવલા પણ આઉટ થયો હતો.

