Sports

હાઈ સ્કોરિંગ મેચમાં કેરેબિયન 35 રનથી જીત્યું, પૂરન-પોવેલે અડધી સદી ફટકારી

T20 વર્લ્ડ કપ 2024ની પ્રેક્ટિસ મેચમાં શુક્રવારે વેસ્ટ ઈન્ડિઝે ઓસ્ટ્રેલિયાને 35 રનથી હરાવ્યું. પોર્ટ ઓફ સ્પેનમાં રમાયેલી મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટૉસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા વેસ્ટ ઈન્ડિઝે 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 257 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. જવાબમાં ઓસ્ટ્રેલિયા 20 ઓવરમાં 7 વિકેટે 222 રન જ બનાવી શક્યું હતું.

વેસ્ટ ઈન્ડિઝ તરફથી નિકોલસ પૂરને 25 બોલમાં 75 રન બનાવ્યા હતા. તે જ સમયે, કેપ્ટન રોવમેન પોવેલે 25 બોલમાં 52 રનની ઇનિંગ રમી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી એકમાત્ર અડધી સદી જોશ ઇંગ્લિસના બેટમાંથી આવી હતી. ઇંગ્લિસે 55 રન બનાવ્યા હતા.

વેસ્ટ ઈન્ડિઝની શાનદાર બેટિંગઞ

વેસ્ટ ઈન્ડિઝ તરફથી શાઈ હોપ અને જોન્સન ચાર્લ્સે બેટિંગની શરૂઆત કરી હતી. શાઈ હોપ વધુ રન બનાવી શક્યો નહોતો અને ત્રીજી ઓવરમાં એશ્ટન અગરનો શિકાર બન્યો હતો. તે 14 રન બનાવીને આઉટ થયો હતો. નિકોલસ પૂરન ત્રીજા નંબરે આવ્યો હતો.

જ્હોન્સન ચાર્લ્સ અને નિકોલસ પૂરને ઇનિંગ્સની આગેવાની લીધી હતી. બંનેએ 39 બોલમાં 90 રનની ભાગીદારી કરી હતી. પૂરન 25 બોલમાં 75 રન બનાવીને 10મી ઓવરમાં આઉટ થયો હતો. ચાર્લ્સ પણ 40 રન બનાવીને 14મી ઓવરમાં આઉટ થયો હતો. કેપ્ટન રોવમેન પોવેલે 25 બોલમાં 52 રનની ઇનિંગ રમી હતી.