ભારતે T-20 સિરીઝની ચોથી મેચમાં ઝિમ્બાબ્વેને 10 વિકેટે હરાવ્યું છે. આ જીત સાથે ટીમે 5 મેચની સિરીઝમાં 3-1થી લીડ મેળવી લીધી છે. શ્રેણીની છેલ્લી અને પાંચમી મેચ આવતીકાલે એટલે કે 14 જુલાઈએ રમાશે.
ભારતે ટૉસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પહેલા બેટિંગ કરતા ઝિમ્બાબ્વેએ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 152 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતે 15.2 ઓવરમાં એકપણ વિકેટ ગુમાવ્યા વિના ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો.

ભારત તરફથી ઓપનરો વચ્ચે 156 રનની અણનમ ભાગીદારી થઈ હતી. યશસ્વી જયસ્વાલે 53 બોલમાં અણનમ 93 રન અને શુભમન ગિલે 39 બોલમાં 58 રન બનાવ્યા હતા

