૧૭ વર્ષની લાંબી રાહ બાદ ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડ કપની ચેમ્પિયન બની છે. દક્ષિણ આફ્રિકા સામે રમાયેલી ફાઈનલ મેચમાં ભારતીય ટીમે શાનદાર જીત હાંસલ કરી હતી. ટીમ ઈન્ડિયા વર્લ્ડ ચેમ્પિયન બન્યા બાદ દેશભરમાં ઉજવણીનો માહોલ શરૂ થઈ ગયો છે. લોકો રસ્તા પર ઉતરીને ભારતીય ટીમની જીતની ઉજવણી કરતા જોવા મળે છે. ફાઈનલ મેચમાં ટીમ ઈન્ડિયાએ સાઉથ આફ્રિકાને ૭ રને હરાવી વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો.
સમગ્ર T20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયા અજેય રહી હતી અને આજે ટીમ ઈન્ડિયા ફાઈનલ મેચમાં શાનદાર જીત હાંસલ કરીને વર્લ્ડ ચેમ્પિયન બની હતી. ભારતીય ટીમે T20 વર્લ્ડ કપ જીતતા સમગ્ર દેશમાં ઉજવણીનો માહોલ છે. ભારતની જીત પર પ્રશંસકો આનંદથી ઉમટી પડ્યા હતા. હાથમાં ત્રિરંગો લઈને દરેક જગ્યાએ ઉજવણી થઈ રહી છે.મુંબઈથી એક વીડિયો સામે આવ્યો છે, જેમાં ભારતે ્૨૦ વર્લ્ડ કપ ટાઈટલ જીત્યા બાદ ચાહકો આનંદથી નાચતા જોવા મળે છે.
લોકો રસ્તા પર ડાન્સ કરીને જીતની ઉજવણી કરી રહ્યા છે. આવું જ દ્રશ્ય છત્તીસગઢમાં પણ જોવા મળ્યું હતું. લોકોએ ફટાકડા ફોડી વિજયની ઉજવણી કરી હતી. આ દરમિયાન એક પ્રશંસકે કહ્યું, “કોહલી પર જે રીતે દબાણ હતું, જે રીતે તેણે ફાઈનલ રમી, જીત નિશ્ચિત હતી.”દેશના અલગ-અલગ ખૂણેથી આવી જ તસવીરો અને વીડિયો સામે આવી રહ્યા છે, જેમાં ભારતીયોને તેમની ટીમની જીતની આકસ્મિક ઉજવણી કરતા જોઈ શકાય છે. તમને જણાવી દઈએ કે ભારતનો આ બીજો T20 વર્લ્ડ કપ છે. ભારતે છેલ્લે ૨૦૦૭ માં t૨૦ વર્લ્ડ કપ જીત્યો હતો જ્યારે છેલ્લે ૨૦૧૧માં ODI વર્લ્ડ કપ જીત્યો હતો. બાર્બાડોસમાં રમાયેલી આ મેચમાં ભારતે પ્રથમ બેટિંગ કરતા ૨૦ ઓવરમાં ૧૭૬ રનનો પડકારજનક સ્કોર બનાવ્યો હતો. જવાબમાં દક્ષિણ આફ્રિકા ટાર્ગેટની નજીક આવી ગયું હતું, પરંતુ ઘાતક બોલિંગના કારણે ભારતે તેને ૧૬૯ રન પર રોકી દીધું અને ૭ રનથી મેચ અને ટાઇટલ જીત્યું.

