Sports

મહેન્દ્ર સિંહ ધોનીએ માર્કી ખેલાડી તરીકે ઓફર મળી હોવાનો ખુલાસો કર્યો

આઈપીએલના પહેલી સીઝનના ૧૬ વર્ષ પૂર્ણ થઈ ચૂક્યા છે અને હાલમાં આઈપીએલની ૨૦૨૪ સીઝન ચાલુ પણ થઈ ચૂકી છે. ૨૦ ફ્રેબુઆરી ૨૦૦૮ના રોજ આઈપીએલના ઈતિહાસમાં પ્રથમ ઓક્શન યોજાય હતી. ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન એમએસ ધોની પહેલી આઈપીએલ ઓક્શનમાં સૌથી મોંઘો ખેલાડી રહ્યો હતો. ધોનીએ આ વાત પોતે કરી છે કે, તેમને ઓક્શન પહેલા માર્કી ખેલાડી બનવા માટે એક મિલિયન ડોલર મળી રહ્યા હતા પરંતુ તેમણે ઓક્શનમાં જવાનો ર્નિણય લીધો હતો. વર્ષ ૨૦૦૭માં ભારતને પહેલો વર્લ્ડકપ જીતાડનાર પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની ૨૦૦૮ના આઈપીએલમાં સૌથી મોંઘો ખેલાડી રહ્યો હતો. ચેન્નાઈ સુપર કિંગ્સે તેમને ૧.૫ મિલિનયનમાં લીધો હતો.આઈપીએલની પહેલી જ સીઝનમાં ધોનીએ ૧૬ મેચમાં ૧૩૩.૫૪ના સ્ટ્રાઈક રેટથી કુલ ૪૧૪ રન બનાવ્યા હતા.

માર્કી ખેલાડીઓ તરીકે સ્ટાર ખેલાડીઓના જૂથને ઓળખવામાં આવે છે. આ તે ખેલાડીઓ હોય છે, જેમને આઈપીએલ ઓક્શન દરમિયાન મોટાભાગની ટીમો ખરીદવા ઇચ્છતી હોય છે. આ માટે દરેક ઓક્શન દરમિયાન આવા સમૂહની રચના કરવામાં આવતી હોય છે.

મને પણ કહેવામાં આવ્યું હતુ તમે આ ફ્રેન્ચાઈઝી માટે માર્કી ખેલાડી બનવા માંગો છો. જલ્દી ર્નિણય લેવાનો હતો અને મે ઓક્શનમાં જવાનો ર્નિણય લીધો હતો. અને આ મારા માટે મોટું રિસ્ક હતુ. જેની પાસે માર્કી ખેલાડી નથી તેમાંથી જાે મને કોઈ એક લે છે.ચેન્નાઈએ મને ૧.૫ કરોડમાં ખરીદ્યો હતો.