Sports

હોકીની મેચમાં ભારતીય ટીમની હાર થતાં ms ધોની નિરાશ થયા

ભારતીય ટીમના સૌથી સફળ કેપ્ટનોમાંના એક એમએસ ધોની જ્યારે રમતા ન હોય ત્યારે સ્ટેડિયમમાં ભાગ્યે જ જાેવા મળે છે. તે પોતાના ઘરે રહીને મેચ જુએ છે, પછી ભલે તે મેચ ગમે તે હોય. ધોની માત્ર ૈંઁન્માં જ રમે છે અને જ્યારે તે મેચ રમવા સ્ટેડિયમ પહોંચે છે ત્યારે આખું સ્ટેડિયમ તેના નામના નારા લગાવવા લાગે છે. ધોની ફરી એકવાર સ્ટેડિયમમાં જાેવા મળ્યો, પરંતુ એક ખેલાડી તરીકે નહીં પરંતુ એક દર્શક તરીકે તે ટીમ ઈન્ડિયાની મેચ જાેવા આવ્યો હતો. જાેકે, આ રોમાંચક મેચમાં ટીમ ઈન્ડિયાનો પરાજય થતાં ધોની નિરાશ થયો હતો. આ મેચ ક્રિકેટની નહીં પણ હોકીની હતી.

ધોનીના ઘરે એટલે કે રાંચીમાં હ્લૈંૐ ઓલિમ્પિક ક્વોલિફાયર રમાઈ રહી છે જેમાં ગુરુવારે બીજી સેમીફાઈનલમાં ભારતીય મહિલા હોકી ટીમ જર્મની સામે ટકરાશે. આ મેચમાં ભારતનો પેનલ્ટી શૂટ આઉટમાં પરાજય થયો હતો. આ ટુર્નામેન્ટમાં ટોપ-૩માં સ્થાન મેળવનારી ટીમોને ઓલિમ્પિકની ટિકિટ મળશે. જર્મનીના હાથે મળેલી હારથી ભારતને આંચકો લાગ્યો છે પરંતુ તેની પાસે હજુ પણ ઓલિમ્પિકની ટિકિટ મેળવવાની વધુ એક તક છે. શુક્રવારે ભારત ત્રીજા-ચોથા સ્થાન માટે જાપાન સામે ટકરાશે અને આ મેચ જીતીને ભારતીય મહિલા ટીમ ઓલિમ્પિકની ટિકિટ મેળવી શકે છે. આ મેચ ધોનીના શહેરમાં જ યોજાઈ રહી હતી અને આ મેચ ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ હતી. આવી સ્થિતિમાં ધોની ભારતીય મહિલા ટીમને સપોર્ટ કરવા આવ્યો હતો. ધોનીને સ્ટેડિયમમાં જાેઈને ફેન્સ ખૂબ જ ખુશ દેખાતા હતા. આ દરમિયાન ધોનીએ આરામથી મેચની મજા માણી હતી. તે ટીમને સપોર્ટ કરતો જાેવા મળ્યો હતો. મેચ ખૂબ જ રોમાંચક હતી કારણ કે નિર્ધારિત સમયમાં મેચ ૨-૨ની બરાબરી પર સમાપ્ત થઈ હતી અને આ પછી પેનલ્ટી શૂટ આઉટ થયો હતો જેમાં ભારતીય ટીમ માત્ર એક ગોલથી પાછળ રહી ગઈ હતી, અહીં જર્મની ૪-૩થી જીતી ગઈ હતી. ટીમ ઈન્ડિયાની હાર જાેઈને ધોની નિરાશ થયો જ હશે પણ તેણે આવી રોમાંચક મેચ જાેવાની મજા માણી હશે. આ મહત્વપૂર્ણ મેચમાં ભારતે પહેલા લીડ મેળવી હતી.

૧૫મી મિનિટે દીપિકાના ગોલને કારણે ટીમ ઈન્ડિયા ૧-૦થી આગળ થઈ ગઈ હતી. દીપિકાએ આ ગોલ પેનલ્ટી કોર્નર પર કર્યો હતો. જર્મનીએ ૨૭મી મિનિટે શાર્લોટ સ્ટેપનહોર્સ્ટના ગોલથી બરાબરી કરી હતી. તે ફિલ્ડ ગોલ હતો. આ પછી ત્રીજા ક્વાર્ટરમાં કોઈ ગોલ થયો નહોતો. જર્મનીએ ૫૭મી મિનિટે ગોલ કરીને લીડ મેળવી હતી. આ વખતે પણ ચાર્લોટે ગોલ કર્યો હતો. એવું લાગી રહ્યું હતું કે ભારતીય ટીમ મેચ હારી જશે પરંતુ ત્યારપછી ૫૯મી મિનિટે તેને સતત પેનલ્ટી કોર્નર મળ્યો. ઈશિકા ચૌધરીએ બીજા પેનલ્ટી કોર્નર પર ગોલ કરીને ભારતને બરાબરી પર લાવી મેચને પેનલ્ટી શૂટ-આઉટમાં મોકલી દીધી હતી. શૂટઆઉટમાં પણ મેચ ૩-૩થી બરાબર રહી હતી પરંતુ પછી સડન ડેથમાં જર્મનીનો વિજય થયો હતો. આ મેચ જીતીને જર્મનીએ પેરિસ ઓલિમ્પિકની ટિકિટ પણ મેળવી લીધી છે.

File-01-Page-19-3.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *