Sports

મુંબઈ ઈન્ડિયન્સે શ્રીંલકાના ફાસ્ટ બોલર દિલશાન મધુશંકાને રિપ્લેસમેન્ટની જાહેરાત કરી

ઈન્ડિયન પ્રીમિયર લીગ ૨૦૨૪ની શરુઆત પહેલા ૨ ટીમમાં મોટો ફેરફાર જાેવા મળ્યો

ગુજરાત ટાઈટન્સની ટીમમાં અનુભવી ફાસ્ટ બોલર મોહમ્મદ શમીના રિપ્લેસમેન્ટની જાહેરાત કરી

ઈન્ડિયન પ્રીમિયર લીગ ૨૦૨૪ની શરુઆત ૨૨ માર્ચથી શરુ થશે. આ પહેલા ૨ ટીમમાં મોટો ફેરફાર જાેવા મળ્યો છે. પહેલો ફેરફાર ગુજરાત ટાઈટન્સની ટીમમાં જાેવા મળ્યો છે. ફ્રેન્ચાઈઝીએ અનુભવી ફાસ્ટ બોલર મોહમ્મદ શમીના રિપ્લેસમેન્ટની જાહેરાત કરી દીધી છે.

આ સિવાય હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપવાળી મુંબઈ ઈન્ડિયન્સે પણ શ્રીંલકાના ફાસ્ટ બોલર દિલશાન મધુશંકાને રિપ્લેસમેન્ટની જાહેરાત કરી છે. મધુશંકા હાલમાં બાંગ્લાદેશમાં ઈજાગ્રસ્ત થયો છે. ત્યારબાદ તેમણે આઈપીએલમાંથી બહાર થવું પડ્યું હતુ.

સૌથી પહેલા ગુજરાતની વાત કરીએ તો જેમાં ફ્રેન્ચાઈઝીએ શમીને રિપ્લેસમેન્ટના રુપમાં ફાસ્ટ બોલર સંદીપ વૉરિયરને લાવવામાં આવ્યો છે. આનાથી પહેલા કોલકત્તા નાઈટ રાઈડર્સ માટે પણ રમી ચૂક્યો છે. સંદીપે ૨૦૧૯માં આઈપીએલમાં પગ રાખ્યો હતો પરંતુ તેમણે અત્યાર સુધી માત્ર ૫ જ મેચ રમી છે, જેમાં તેમણે ૨ વિકેટ લીધી છે. શમી ઈજાગ્રસ્ત હોવાથી, તે આઈપીએલ તેમજ ટી ૨૦ વર્લ્ડકપ ૨૦૨૪ પણ રમી શકશે નહિ.

ગુજરાતની ફ્રેન્ચાઈઝીએ શમીને રિપ્લેસમેન્ટમાં સંદીપને ૫૦ લાખ રુપિયાની બેઝ પ્રાઈઝમાં લીધો છે. કેકેઆરે આઈપીએલ ૨૦૨૨ મેગા ઓક્શનમાં સંદીપને રિલીઝ કર્યો હતો. ત્યારબાદ તેને કોઈ ટીમે લીધો ન હતો. આ સિવાય મઘુશંકાના રિપ્લેસમેન્ટ તરીકે મુંબઈની ટીમમાં સાઉથ આફ્રિકાનો ક્વેના મફાફ સામેલ થયો છે. જેમણે હાલમાં અંડર ૧૯ વર્લ્ડકપમાં શાનદાર પ્રદર્શન કર્યું હતુ. આ વખતે ઓક્શનમાં તેમને કોઈએ ખરીદ્યો ન હતો.