સૂર્યકુમાર, ટીમ ઈન્ડિયાના શિવમ દુબે અને અમેરિકાના સૌરભ નેત્રાવલકર. ભારત અને અમેરિકા વચ્ચેની મેચ બાદ આ મુંબઈકરોના નામ દરેકને યાદ રહી ગયા હશે.
આ બંને ટીમ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રથમ વખત આમને-સામને રમી હતી. અને મેચ પણ બરાબરીની થઈ હતી. ભારત જીત્યું, પરંતુ અમેરિકાએ સારી લડત આપી.
T-20 મેચમાં 111 રનનો ટાર્ગેટ હતો. સામે રોહિત, કોહલી, પંત, સૂર્યા, હાર્દિક જેવા બેટર્સ હતા. તેમના નામનો સિક્કો T-20માં ચાલે છે. પરંતુ રોહિત અને કોહલીને મુંબઈમાં જન્મેલા સૌરભ નેત્રાવલકરે પેવેલિયન મોકલી દીધા હતા. કોહલી 0 પર આઉટ થયો અને રોહિત માત્ર 3 રન બનાવી શક્યો હતો.
પંત કે હાર્દિકે આજે ભારતીય ટીમને આ સંકટમાંથી ઉગારી નથી, માત્ર બે મુંબઈકરોએ જ મેચ જીતી હતી. સૂર્યકુમાર યાદવ અને શિવમ દુબે. ટીમ ઈન્ડિયા સુપર-8માં પહોંચી ગઈ છે, પરંતુ અમેરિકાની આશાઓ પણ જીવંત છે. તે સુપર-8 માટે પ્રબળ દાવેદાર છે.



