Sports

શેફાલીએ બાઉન્ડરીથી શરૂઆત કરી, હેમલતાએ તુબાનો કેચ છોડ્યો; ટોચની મોમેન્ટ્સ

ભારતે મહિલા એશિયા કપમાં પોતાની પ્રથમ મેચ પાકિસ્તાનને હરાવીને જીતી હતી. પાકિસ્તાનની કેપ્ટન નિદા દારે ટૉસ જીતીને બેટિંગ કરવાનું પસંદ કર્યું, પરંતુ ભારતીય બોલરોએ પાકિસ્તાનને 108 રનમાં ઓલઆઉટ કરી દીધું. સિદરા અમીને સૌથી વધુ 25 રન બનાવ્યા હતા. દીપ્તિ શર્માએ 3 વિકેટ લીધી હતી.

રન ચેઝમાં ભારતીય ઓપનર શેફાલી વર્મા અને સ્મૃતિ મંધાનાએ 85 રનની ભાગીદારી કરી હતી. સ્મૃતિએ 45 રન અને શેફાલીએ 40 રનની ઇનિંગ રમી હતી. પાકિસ્તાન તરફથી સૈયદા અરુબ શાહે 2 વિકેટ લીધી હતી. આ મેચમાં ઘણી મોમેન્ટ્સ જોવા મળી હતી. ઑફ સ્પિનર ​​શ્રેયંકાએ બાઉન્સર ફેંક્યો હતો. મંધાનાએ ઓવરમાં હેટ્રિક ચોગ્ગા ફટકાર્યા હતા. શેફાલી રનઆઉટની તક ચૂકી ગઈ.

શ્રેયંકાનો બાઉન્સર

શ્રેયાંકા પાટીલે 3.2 ઓવરમાં 14 રન આપીને 2 વિકેટ લીધી હતી.
શ્રેયાંકા પાટીલે 3.2 ઓવરમાં 14 રન આપીને 2 વિકેટ લીધી હતી.

ઓફ સ્પિનર ​​શ્રેયાંકા પાટીલ 10મી ઓવર નાખવા આવી હતી. સિદરા અમીને ઓવરના બીજા બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો. આ પછી બીજા બોલે શ્રેયંકાએ નો બોલ ફેંક્યો. ફ્રી હિટ પર શ્રેયાંકાએ બાઉન્સર ફેંક્યો. જેની અમીનને અપેક્ષા નહોતી. સામાન્ય રીતે એવું ભાગ્યે જ જોવા મળે છે કે કોઈ સ્પિનર ​​બાઉન્સર ફેંકે.

શેફાલી રનઆઉટની તક ચૂકી ગઈ

શેફાલી વર્માએ સિદરા અમીનને જીવનદાન આપ્યું.

11મી ઓવરના છેલ્લા બોલ પર લોંગ ઓન પર ઉભેલી શેફાલી વર્માએ આસાન રન આઉટ કરતા ચૂકી ગઈ હતી. અહીં સિદરા અમીન અને નિદા દાર ક્રિઝ પર હતા. અમીને પૂજાનો બોલ સામે રમ્યો અને એક રન માટે ગઈ. પરંતુ નિદાએ તેને ના પાડી. અહીં શેફાલી પાસે અમીનને રનઆઉટ કરવાની દરેક તક હતી. પરંતુ બોલ શેફાલીના હાથમાંથી નીકળી ગયો હતો.

રેણુકાએ છેલ્લી ઓવરમાં 2 વિકેટ લીધી, સિદરા-ઈરામ આઉટ

રેણુકાએ 4 ઓવરમાં 14 રન આપીને 2 વિકેટ લીધી હતી.