Sports

તન્મય અગ્રવાલે રણજી ટ્રોફી મેચમાં પોતાની ઈનિંગમાં ૨૧ સિક્સર ફટકારી

જ્યારે હૈદરાબાદમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ મેચ રમાઈ રહી હતી, તે જ સમયે હૈદરાબાદમાં વધુ એક ઈતિહાસ રચાઈ રહ્યો હતો. ૨૮ વર્ષના ભારતીય ક્રિકેટરે અહીં એક એવો રેકોર્ડ બનાવ્યો છે, જે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટનો ઈતિહાસ બની ગયો છે. અહીં અમે તન્મય અગ્રવાલની વાત કરી રહ્યા છીએ, જેણે અરુણાચલ પ્રદેશ સામેની રણજી ટ્રોફી મેચમાં માત્ર ૧૬૦ બોલમાં ૩૨૩ રન બનાવ્યા હતા, આશ્ચર્યજનક વાત એ છે કે તન્મય હજુ પણ અણનમ છે. તન્મય અગ્રવાલે હૈદરાબાદ અને અરુણાચલ પ્રદેશ વચ્ચે ચાલી રહેલી મેચમાં આ કારનામું કર્યું હતું. તન્મયે માત્ર ૧૬૦ બોલમાં ૩૨૩ રન બનાવ્યા છે.

જેમાં તેની ઈનિંગમાં તેણે ૩૩ ફોર અને ૨૧ સિક્સર ફટકારી છે. તન્મય અગ્રવાલે આ ઈનિંગ સાથે ઘણા રેકોર્ડ બનાવ્યા. તેણે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં સૌથી ઝડપી બેવડી સદી ફટકારવાનો રેકોર્ડ પણ બનાવ્યો.. તન્મયે આ મામલે રવિ શાસ્ત્રીને પાછળ છોડી દીધા છે. ૨૮ વર્ષના તન્મય અગ્રવાલનો ડોમેસ્ટિક ક્રિકેટમાં રેકોર્ડ મજબૂત છે. તેણે ૫૫ ફર્સ્ટ ક્લાસ મેચોમાં ૩૫૩૩ રન બનાવ્યા છે, જેમાં તેણે ૩૯ની એવરેજથી રન બનાવ્યા છે. અત્યાર સુધીમાં તન્મયે ૧૧ સદી ફટકારી છે, જ્યારે ૧૧ અડધી સદી તેના નામે છે. તન્મયે પણ લિસ્ટ-છ ક્રિકેટમાં ૫૩ મેચોમાં ૪૯ની એવરેજથી ૨૩૨૩ રન બનાવ્યા છે.

તન્મયના નામે લિસ્ટ-છ ક્રિકેટમાં ૭ સદી છે. તન્મયે સ્થાનિક ક્રિકેટમાં સતત સારું પ્રદર્શન કર્યું, ૨૦૧૭માં તેને સનરાઈઝર્સ હૈદરાબાદે પણ માત્ર ૧૦ લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. જ્યારે જાન્યુઆરી ૨૦૧૮માં તેની બેઝ પ્રાઈસ ૨૦ લાખ રૂપિયા થઈ ગઈ હતી, જાેકે તન્મય અગ્રવાલને ક્યારેય આઈપીએલ મેચ રમવાની તક મળી નથી. અરુણાચલ પ્રદેશ પહેલા તન્મયે સિક્કિમ સામેની મેચમાં પણ સદી ફટકારી હતી અને ૧૩૭ રન બનાવ્યા હતા.

File-01-Page-17.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *