૩ વર્ષમાં માત્ર ૩ મેચ રમનાર ખેલાડીએ દુલીપ ટ્રોફીમાં પોતાની તાકાત દેખાડી
ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશ સામે રમાનારી ૨ મેચની ટેસ્ટ શ્રેણી માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. બીજી તરફ યુવા ખેલાડીઓ દુલીપ ટ્રોફીમાં પોતાની તાકાત બતાવી રહ્યા છે. આ ખેલાડીઓની નજર ટીમ ઈન્ડિયામાં સ્થાન મેળવવા પર છે. આમાં સ્ટાર બેટ્સમેન દેવદત્ત પડિકલનું નામ પણ સામેલ છે. દેવદત્ત પડિક્કલ ટીમ ઈન્ડિયાની છેલ્લી ટેસ્ટ શ્રેણીનો હિસ્સો હતો, પરંતુ આ વખતે તેને ટીમમાં પસંદ કરવામાં આવ્યો નથી. આ બધાની વચ્ચે તેણે દુલીપ ટ્રોફીમાં શાનદાર ઇનિંગ રમીને બધાનું ધ્યાન ખેંચ્યું છે.
દુલીપ ટ્રોફીની ત્રીજી મેચ ઈન્ડિયા છ અને ઈન્ડિયા ડ્ઢ વચ્ચે રમાઈ રહી છે. ઈન્ડિયા ડી તરફથી રમતા દેવદત્ત પડિકલે શાનદાર ઈનિંગ રમી છે. આ મેચની પ્રથમ ઇનિંગમાં દેવદત્ત પડિકલે ૧૨૪ બોલનો સામનો કરીને ૯૨ રન બનાવ્યા હતા. આ દરમિયાન તેના બેટમાંથી ૧૫ ચોગ્ગા જાેવા મળ્યા હતા. દેવદત્ત પડિકલે તેની ટીમ માટે ખૂબ જ મહત્વપૂર્ણ સમયે આ ઇનિંગ રમી હતી, કારણ કે તેની ટીમ આ ઇનિંગમાં માત્ર ૧૮૩ રન બનાવ્યા બાદ પડી ભાંગી હતી, જેમાંથી માત્ર પડિકલે ૯૨ રન બનાવ્યા હતા. તમને જણાવી દઈએ કે, તેણે દુલીપ ટ્રોફીના પહેલા રાઉન્ડમાં પણ અડધી સદી ફટકારી હતી.
દેવદત્ત પડિકલે વર્ષ ૨૦૨૧ માં તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની શરૂઆત કરી હતી. શ્રીલંકા પ્રવાસ પર ટી૨૦ ટીમમાં તેની પસંદગી કરવામાં આવી હતી. આ પ્રવાસમાં તેણે બે મેચ પણ રમી હતી, જેમાં તેણે ૩૮ રન બનાવ્યા હતા. પરંતુ આ પછી તેને ક્યારેય ભારતીય ્૨૦ ટીમમાં જગ્યા મળી નથી. આ વર્ષની શરૂઆતમાં દેવદત્ત પડિક્કલે ઈંગ્લેન્ડ સામે રમાયેલી ટેસ્ટ શ્રેણીમાં પોતાનું ટેસ્ટ ડેબ્યુ કર્યું હતું.
તેણે પોતાની પ્રથમ ઇનિંગમાં પણ ૬૫ રન બનાવ્યા હતા. પરંતુ હવે તેને બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટ મેચ માટે પસંદ કરાયેલી ટીમમાં સ્થાન આપવામાં આવ્યું નથી. દેવદત્ત પડિકલે તાજેતરના સમયમાં સ્થાનિક ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. તેણે અત્યાર સુધીમાં ૩૩ ફર્સ્ટ ક્લાસ મેચ રમી છે.
આ મેચોમાં તેણે ૪૪.૩૦ની એવરેજથી ૨૩૪૮ રન બનાવ્યા છે. જેમાં ૧૪ અડધી સદી અને ૬ સદી સામેલ છે. આ સિવાય લિસ્ટ છમાં તેની એવરેજ ૮૧.૫૨ છે. તેણે લિસ્ટ છની ૩૦ મેચોમાં ૧૮૭૫ રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે ૧૧ અડધી સદી અને ૮ સદી ફટકારી છે. બીજી તરફ ટી૨૦ ક્રિકેટમાં તેણે અત્યાર સુધીમાં ૨૮૦૬ રન બનાવ્યા છે.