Sports

ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા સામે ૩ ODI રમવા માટે તૈયાર

હાલમાં, બોર્ડર ગાવસ્કર ટ્રોફી ૨૦૨૪-૨૫ મેચ ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે ટેસ્ટ ફોર્મેટમાં રમાઈ રહી છે. બોર્ડર ગાવસ્કર ટ્રોફી બાદ આ વખતે ટીમ ઈન્ડિયાએ સફેદ બોલના ફોર્મેટમાં રમવાનું નથી. આવી સ્થિતિમાં હવે બંને બોર્ડે વર્ષ ૨૦૨૫માં ઓસ્ટ્રેલિયા સામે ૩ વનડે મેચોની શ્રેણી રમવાનું નક્કી કર્યું છે.

જાે અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો પસંદગી સમિતિ ૧૫ સભ્યોની ટીમમાં ઈશાન કિશન અને રુતુરાજ ગાયકવાડને તક આપી શકે છે. ટીમ ઈન્ડિયાએ ઓગસ્ટમાં શ્રીલંકા સામે તેની છેલ્લી વનડે શ્રેણી રમી હતી. તે પછી, ટીમ ઈન્ડિયા ફેબ્રુઆરી મહિનામાં ઈંગ્લેન્ડ સામે ૩ વનડે મેચોની શ્રેણી રમવાની છે.

ટીમ ઈન્ડિયાને ૨૦૨૫-૨૬ ક્રિકેટ સીઝનમાં ઓસ્ટ્રેલિયા સામે રમવાનું છે. ટીમ ઈન્ડિયા ૨૦૨૫-૨૬ ક્રિકેટ સીઝનમાં ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર રમશે. ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્‌સમેન રુતુરાજ ગાયકવાડ અને ઈશાન કિશન છેલ્લે વર્ષ ૨૦૨૩માં વનડે સિરીઝ રમ્યા હતા. વર્ષ ૨૦૨૩માં પોતાની છેલ્લી ODI મેચ રમ્યા બાદથી આ બંને સ્ટાર ખેલાડીઓને હજુ સુધી રમવાની તક મળી નથી. જેના કારણે માનવામાં આવી રહ્યું છે કે ઈશાન કિશન અને ઋતુરાજ ગાયકવાડને ૨૦૨૫ની સિઝનમાં કમબેક કરવાની તક મળી શકે છે.

ઓસ્ટ્રેલિયા વનડે શ્રેણી માટે સંભવિત ૧૫ સભ્યોની ટીમમાં, ઈશાન કિશન, રુતુરાજ ગાયકવાડ, રાયન પરાગ, તિલક વર્મા, રિંકુ સિંહ, હાર્દિક પંડ્યા, વોશિંગ્ટન સુંદર, અક્ષર પટેલ, નીતિશ રેડ્ડી, અભિષેક શર્મા, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ, આકાશ દીપ, અર્શદીપ સિંહ અને શ્રેયસ ઐયર જેવા ખેલાડીઓને સામેલ કરવામાં આવ્યા છે.