BCCI અને સાઉથ આફ્રિકા ક્રિકેટ બોર્ડ (CSA)એ પુષ્ટિ કરી છે કે નવેમ્બરમાં ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે 4 મેચની T20 શ્રેણી રમાશે.
આ શ્રેણીની પ્રથમ T20 મેચ 8 નવેમ્બરે કિંગ્સમીડ સ્ટેડિયમમાં રમાશે. ક્રિકેટ બોર્ડ ઓફ સાઉથ આફ્રિકા (CSA) અને બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઈન્ડિયા (BCCI)એ શુક્રવારે એક સંયુક્ત નિવેદનમાં આની જાહેરાત કરી હતી.
બંને દેશોના ક્રિકેટ બોર્ડના નિવેદન મુજબ, ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે 8 નવેમ્બરથી ડરબનના કિંગ્સમીડ સ્ટેડિયમમાં T20 શ્રેણી શરૂ થશે. ત્યારબાદ 10 નવેમ્બરે ગકબરહામાં બીજી T20 મેચ. ત્રીજી ટી20 મેચ 13 નવેમ્બરે સેન્ચુરિયનમાં અને ચોથી અને અંતિમ T20 મેચ 15 નવેમ્બરે જોહાનિસબર્ગમાં રમાશે.
BCCI અને વર્લ્ડ ક્રિકેટનો આભાર માનવા ઈચ્છું છુંઃ લોસન નાયડુ
ક્રિકેટ સાઉથ આફ્રિકાના ચેરપર્સન લોસન નાયડુએ એક નિવેદનમાં કહ્યું, “હું BCCI અને વિશ્વ ક્રિકેટને દક્ષિણ આફ્રિકાના ક્રિકેટને સતત સમર્થન આપવા બદલ આભાર માનું છું. ભારતીય ક્રિકેટ ટીમનો આપણી ધરતી પરનો પ્રવાસ હંમેશા રોમાંચક હોય છે. હું જાણું છું કે અમારા ચાહકો આતુર હશે. આ શ્રેણીની રાહ જોઈ રહ્યા છીએ, જે બંને ટીમની પ્રતિભા દર્શાવે છે.”
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે હંમેશા મજબૂત સંબંધો રહ્યા છેઃ જય શાહ
BCCIના સેક્રેટરી જય શાહે જણાવ્યું હતું કે, “ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે હંમેશા મજબૂત સંબંધો રહ્યા છે, જેના પર બંને દેશોને ગર્વ છે. ભારતીય ક્રિકેટ ટીમને હંમેશા દક્ષિણ આફ્રિકાના ચાહકો તરફથી પ્રશંસા અને પ્રેમ મળ્યો છે અને તે જ વર્તન ભારતીય ટીમને પણ આપવામાં આવ્યું છે. ભારતીય ચાહકો પણ દક્ષિણ આફ્રિકાની ટીમ તરફ જુએ છે.”

