આગામી મહિને અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝમાં રમાનારા T20 વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડિયા માત્ર એક જ વોર્મ-અપ મેચ રમશે. ક્રિકબઝના અહેવાલ મુજબ, BCCI ભારતની વોર્મ-અપ મેચ ન્યૂયોર્કમાં યોજવા માગે છે કારણ કે ટીમ તેની ચારમાંથી ત્રણ ગ્રુપ-સ્ટેજ મેચ ન્યૂયોર્ક સ્ટેડિયમમાં રમશે.
ICCએ હજુ સુધી પ્રેક્ટિસ મેચોનુ શેડ્યૂલ જાહેર કર્યું નથી, પરંતુ ઇંગ્લેન્ડ અને પાકિસ્તાન પણ બે વોર્મ-અપ મેચ રમે તેવી શક્યતા નથી. બાકીની ટીમ બે-બે પ્રેક્ટિસ મેચ રમવા માટે તૈયાર છે.
ટીમ ઈન્ડિયા બે બેચમાં રવાના થશે
ટીમ ઈન્ડિયા બે બેચમાં વર્લ્ડ કપ માટે રવાના થશે. ટીમના પ્રસ્થાનમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. ટીમ ઈન્ડિયાની પ્રથમ બેચ 21 મેના રોજ પ્રથમ IPL લીગ સ્ટેજની સમાપ્તિ પછી તરત જ ન્યૂયોર્ક માટે રવાના થવાની હતી. પરંતુ, હવે જાણવા મળ્યું છે કે ટીમ 25 અને 26 મેના રોજ બે બેચમાં રવાના થશે. 26 મેના રોજ IPL ફાઈનલમાં ભાગ લેનાર ખેલાડીઓ પછીની તારીખે રવાના થશે.
ટીમ ઈન્ડિયા 9 જૂને પાકિસ્તાન સામે ટકરાશે
ટીમ ઈન્ડિયા પોતાની પ્રથમ મેચ 5 જૂને આયર્લેન્ડ સામે રમશે. ટીમની બીજી મેચ 9 જૂને પાકિસ્તાન સામે, ત્રીજી મેચ 12 જૂને અમેરિકા સામે અને ચોથી મેચ 15 જૂને કેનેડા સામે થશે.