Sports

લીગ ત્રણ શહેરોમાં રમાશે; પટના પાઇરેટ્સ સૌથી સફળ ટીમ

પ્રો કબડ્ડી લીગ (PKL)ની 11મી સિઝન 18 ઓક્ટોબરથી શરૂ થશે. લીગના આયોજક મશાલ સ્પોર્ટ્સે મંગળવારે જાહેરાત કરી કે PKLની 11મી સિઝન 18 ઓક્ટોબર, 2024થી શરૂ થશે.

11મી સિઝન ત્રણ શહેરોમાં રમાશે. સિઝનનો પહેલો લેગ 18 ઓક્ટોબરે હૈદરાબાદના ગચીબોવલી ઇન્ડોર સ્ટેડિયમમાં શરૂ થશે, ત્યારબાદ 10 નવેમ્બરથી નોઇડા ઇન્ડોર સ્ટેડિયમમાં બીજો લેગ શરૂ થશે. ત્રીજો લેગ પુણેના બાલેવાડી બેડમિન્ટન સ્ટેડિયમમાં 3 ડિસેમ્બરથી રમાશે.

પુનેરી પલ્ટન લીગની વર્તમાન ચેમ્પિયન છે.

સંપૂર્ણ કાર્યક્રમ થોડા દિવસો પછી જાહેર કરવામાં આવશે. પ્લેઑફની તારીખો અને સ્થળની જાહેરાત પછીથી કરવામાં આવશે.

PKL લીગના કમિશનર અનુપમ ગોસ્વામીએ કહ્યું કે, અમે PKLની 11મી સિઝનની શરૂઆતની તારીખ અને સ્થળની જાહેરાત કરતાં અત્યંત ખુશ છીએ. ગયા મહિને PKLનું ઓક્શન યોજાયો હતો, જેમાં રેકોર્ડ આઠ ખેલાડીઓ પર 1 કરોડ રૂપિયાથી વધુની બોલી લગાવવામાં આવી હતી.