Sports

ઓરેન્જ કેપ અને પર્પલ કેપમાં ટોપ-૫માં છે આટલા ખેલાડીઓ સામેલ

ઈન્ડિયન પ્રીમિયર લીગની ૨૪મી મેચ બાદ યુઝવેન્દ્ર ચહલે પર્પલ કેપ પર કબ્જાે કર્યો

રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઈટન્સ આઈપીએલ ૨૦૨૪ની ૨૪મી મેચ બાદ ઓરેન્જ કેપ અને પર્પલ કેપની રેસ પણ ખુબ રસપ્રદ બની ગઈ છે. સંજુ સેમસન, રિયાન પરાગ અને ગિલ જેવા ખેલાડીઓ વિરાટ કોહલી માટે ઓરેન્જ કેપની રેસમાં ખતરો બન્યા છે. આઈપીએલમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડીને ઓરેન્જ કેપ તેમજ સૌથી વધારે વિકેટ લેનારા બોલરને પર્પલ કેપ આપવામાં આવે છે.

તો ચાલો જાેઈએ આ રેસમાં કોણ છે સૌથી આગળ. ઈન્ડિયન પ્રીમિયર લીગ ૨૦૨૪મી લીગ મેચમાં ગુજરાત ટાઈટન્સ વિરુદ્ધ ૨ વિકેટ લઈ રાજસ્થાન રોયલ્સનો સ્પિનર યુઝવેન્દ્ર ચહલ પર્પલ કેપમાં નંબર વન પર આવી ગયો છે. તો સંજુ સેમસન, રિયાન પરાગ અને શુભમન ગિલની શાનદાર ઈનિગ્સથી ઓરેન્જ કેપમાં આગળ છે. આપણે ઓરેન્જ કેપની વાત કરીએ તો હાલમાં કિંગ કોહલી ૩૧૬ રનની સાથે લિસ્ટમાં ટોપ પર છે.

ત્યારબાદ રિયાન પરાગ ૨૬૧, શુભમન ગિલ ૨૫૫, સંજુ સેમસન ૨૪૬ અને સાંઈ સુદર્શન ૨૨૬ રનની સાથે ઓરેન્જ કેપની રેસમાં પાંચમા નંબર પર છે. પર્પલ કેપની વાત કરીએ તો યુઝવેન્દ્ર ચહલે ગુજરાત ટાઈટન્સ વિરુદ્ધ ૨ વિકેટ લઈ ૧૦ વિકેટ સાથે પહેલા સ્થાન પર આવી ગયો છે. ત્યારબાદ મુસ્તફિઝુર રહમાન ૯ વિકેટ, અર્શદીપ સિંહ ૮ વિકેટ, મોહિત શર્મા ૬ વિકેટ અને ખલીલ અહમદ ૭ વિકેટ સાથે પાંચમાં સ્થાન પર છે.